રાજપીપળા એસ. ટી. ડેપો સામે પી.પી.પી. ધોરણે નવનિર્મિત મહિલા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ મહિલા મહાનુભાવોના હસ્તે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરી મહિલા સન્માનનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ

સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસની સાથે સુરક્ષા પ્રદાન કરીને એક આદર્શ સમાજના નિર્માણમાં નર્મદા જિલ્લા પોલીસતંત્ર હંમેશા પ્રતિબદ્ધ રહ્યુ છે ત્યારે રાજપીપળા એસ ટી ડેપો સામે બનાવવામા આવેલ મહીલા પોલિસ સ્ટેશન નું મહિલાઓની સુરક્ષા, સલામતી અને સમસ્યાના નિવારણ હેતુ ગૃહ રાજ્ય મંત્રી એ મહિલા સન્માનનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરીને, નવનિર્મિત મહિલા પોલીસ સ્ટેશનનું મહિલા મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરાવ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી પોતે લોકાર્પણ કરવાના હતા પરંતુ ઉપસ્થિત સાંસદ ગીતાબેન રાઠવા,ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખ ને આગળ કરી તેમના હસ્તે રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

નવનિર્મિત મહિલા પોલીસ સ્ટેશન મા મહિલાઓને નિર્ભિક અને નિસંકોચ રીતે પોતાની તકલીફો રજૂ કરવા અંગે જાગૃત કર્યા હતા. મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા સાથે બાળકો હોય તો તેને પણ સારૂ વાતાવરણ મળી રહે તે હેતુથી તેને વધુ લોકભોગ્ય બનાવતા અહીં ચાઈલ્ડ કોર્નર પણ બનાવવામાં આવ્યુ છે.

ગૃહ રાજ્યમંત્રી ની પ્રજાહિત માટેની નર્મદા જિલ્લાની સફળ મુલાકાત વેળાએ એડીશનલ ડી.જી.પી. આર.બી. બ્રહ્મભટ્ટ, વડોદરા ઝોનના પોલીસ નિરિક્ષક સંદીપસિંહ, સાંસદ સર્વ મનસુખભાઈ વસાવા અને ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદિપસિંહ ગોહીલ, નર્મદા સુગર ફેક્ટરી તથા ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત જિલ્લા વહિવટીતંત્રના અધિકારી, કર્મયોગીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here