રાજકોટમાં કોરોનાના દર્દીની સારવાર માટે આપતાં રેમડેસીવીર ઈન્જેકશનના કાળા બજાર કરવાની પેરવી કરતા એક મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ

રાજકોટ,
જયેશ માંડવિયા

ગોંડલ રોડ શાંતિ કોવિડ હોસ્પીટલ નજીક ઈન્જેકશન દેવા આવતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ તપાસ ના કામે ઈન્જેકશન કબ્જે કર્યા

હાલમાં કોરોના મહામારીથી અનેક દર્દીઓ પીસાઈ રહ્યા છે ત્યારે કોરોના દર્દીઓની સારવાર માટે રાહત રૂપી એવા રેમડેસીવીર ઈન્જેકશન સરળતાથી મળે અને કોઈ કાળા બજારમાં વધે નહીં તે માટે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા પોલીસ કમિશ્નર ઝોન -1 પ્રવિણ કુમાર મીણાં તેમજ  નાયબ પોલીસ કમિશનર મનોહર સિંહ જાડેજા , અેસીપી ક્રાઈમ ડી.વી.બસીયાએ કડક ચેકીંગ હાથ ધરી આવા તત્વો ને ઝડપી લેવા સૂચના આપી હતી

ઉપરોકત સુચનાને પગલે મદદનીશ પોલીસ કમિશ્નર ડી.વી.બસીયા, ક્રાઈમબ્રાંચના પોલીસ.ઈન્સ ગઢવી, પોલીસ .ઈન્સ રાવલની ટીમ આવા કોરોના દર્દીને સારવારમાં જરૂરી એવા ઈન્જેકશનના કાળાબજાર કરે તે માટે કડક ચેકીંગ ખાનગી રાહે કરી રહયા હતા.

દર‌મિયાન પોલીસ દ્રારા નર્સીગ સ્ટાફ તરીકે નોકરી કરતા ડીકોયર બહેનને આવા ઈન્જેકશનના કાળા બજાર થતાં હોય તો માહિતી આપવા જણાવેલ. ધરપકડ કરેલા દેવ્યાનીબેન જીતેન્દ્રભાઈ ચાવડા તથા ફિયાન્સ વિશાલ ભુપતભાઇ ગોહેલ રહે લક્ષ્મીનગર ની પૂછપરછ કરતા તેમણે આ ઈન્જેકશન જલારામ હોસ્પિટલ રાહત મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા અંકિત મનોજભાઈ રાઠોડ પાસે થી રૂ. ૧૫,૦૦૦ માં બે ઈન્જેકશન ખરીદયાનું જણાવેલ આમ એક બીજા પાસે થી ખરીદયાનું જણાવેલ.

હાલ પોલીસે આરોપી (૧) દેવ્યાનીબેન ડી/ઓ જીતેન્દ્રભાઇ ચાવડા મોચી ઉવ.૨૦ ધંધો નસીંગ સ્ટાફમા શાંતિ કોવીડ હોસ્પીટલમાં રહે.ગાંધીગ્રામ પ્રજાપતીની વાડીની સામે ભાડેથી રાજકોટ (૨) વિશાલ ભુપતભાઇ ગોહેલ જાતે-મોચી ઉવ.ર૧ ધંધો પ્રા.નોકરી (ઇલાઇટ ટુલ્સ ગોંડલ રોડ) રહે.લક્ષ્મીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here