રંગપુર પોલીસ સ્ટેશનના ખડકવાડા ગામ પાસેથી કિ.રૂ.૪૬,૨૧૪/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક. વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર
જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ કાઇમ બાન્ય છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે રંગપુર પોલીસ સ્ટેશનના ખડકવાડા ગામમાં રહેતા સેવલીયાભાઇ દેવલાભાઇ રાઠવા રહેખડકવાડા તળાવ ફળિયુ તા.જી છોટાઉદેપુર નાઓ તેમના પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિ.રૂ.૪૬,૨૧૪/- ના મુદામાલ સાથે પકડી પાડી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
– કબ્જે કરવામાં આવેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં.૨૮૮
કિ.રૂ.૪૬,૨૧૪/-
– પકડાયેલ આરોપી
(૧) સેવલીયાભાઇ રેવલાભાઇ રાઠવા રહેખડકવાડા તળાવ ફળિયું તાજી છોટાઉદેપુર – પકડવાના બાકી આરોપી
(૧) દેશીંગભાઇ ભીખલાભાઇ રાઠવા રહે.ખડકવાડા સુથાર ફળિયુ તા.જી છોટાઉદેપુર (૨) મહેશભાઇ દેશીંગભાઇ રાઠવા રહે.ખડકવાડા સુથાર ફળિયું તાજી છોટાઉદેપુર
(૩) પ્રેમસિગભાઇ સવલાભાઇ રાઠવા રહે.ખડકવાડા સુથાર ફળિયુ તા.જી છોટાઉદેપુર
(૪) મુકેશભાઇ નાનસિંગભાઇ રાઠવા રહે.ખડકવાડા તળાવ ફળિયું તાજી છોટાઉદેપુર.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here