મોહસીને આઝમ મિશન દ્વારા આજે આ વર્ષે પવિત્ર હજ યાત્રાએ જનાર યાત્રીઓ માટે હજ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

કોરોના ના અંતરાલ પછી આ વર્ષે હજ યાત્રીઓ હજ અદા કરવા જશે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મિશન દ્વારા અરવલ્લી જિલ્લા લેવલ હજ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ નું આયોજન મિશન હોલ ઉપર કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં હજ કરવામાં જરૂરી અરકાન ની પ્રેક્ટિકલ ટ્રેનિંગ ખુબજ સરળ ભાષા માં પ્રેક્ટિકલ સાથે હાજી ઈકબાલ ખાલક દ્વારા આપવામાં આવી હતી, કાર્યક્રમ સવારે 9:30વાગે શરૂ થઈ 1 વાગે પૂર્ણ થયો હતો, કાર્યક્રમ માં ભાગ લેનાર લોકો માટે હોલ ઉપર જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી,અરવલ્લી જિલ્લા માંથી આ વર્ષે હજ યાત્રા એ જનાર ભાઈયો અને બહેનો એ હાજરી આપી માહિતી મેળવી હતી, પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે ખાનજી આસિફ અશરફી અને સિંધવા આરીફ અશરફી એ જહેમત ઉઠાવી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here