મોરબી : તંત્રની બેદરકારીએ શાંતિ નગર સોસાયટીમાં અશાંતિની ભીતી..!!

મોરબી,
આરીફ દીવાન

મોરબી શહેરના મુખ્ય માર્ગોથી સમગ્ર મોરબી વોર્ડ નંબર ૧ થી ૧૩ માં સમસ્યાઓ ની હારમાળા સર્જાઇ રહી છે ત્યારે તંત્રની બેદરકારી કે આયોજનનો અભાવ હોય તેમ ઘણા બધા વિસ્તારોમાં ગટરોના પાણી અને વરસાદના પાણી આજની તારીખે તલાવડાની જેમ જોવા મળી રહ્યા છે જેમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદે વિરમ કરેલ હોય તેમ એક ટીપું વરસાદનું પડ્યું ના હોય છતાં તંત્રની બેદરકારી તો જુઓ કે વોર્ડવાઇઝ પ્રજાલક્ષી કાર્ય કરી લોકોના આરોગ્યનું જતન કરવામાં ફરજના ભાગે માનવતાની દ્રષ્ટિએ જ્યાં ગંદા તલાવડાની જેમ પાણી ભર્યા છે તેને સાફ કરી ખરા અર્થે સ્વચ્છ ભારત અભિયાનનું કાર્ય સફળ કરીએ તેવી ચૂંટાયેલા નગરસેવકોની કે તંત્રની પ્રજાપતિએ લાગણી કેવી છે !? એ તો હવે સૌ જાણે છે !! અફસોસ પ્રજાના પ્રતિનિધિ નગરસેવકો ધારાસભ્યો સંસદસભ્યો માત્ર સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે જેના પરિણામે મતદાર પ્રજાની સમસ્યા યથાવત રહી છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી મોરબી ખાતે આજરોજ તારીખ 4 9 2020 ના રોજ શાંતિ નગર વિસ્તારના રહીશોએ જિલ્લા કલેકટર સમક્ષ ઘરમાં ઘૂસેલા પાણીની વરસાદ અને ગટરના પાણીથી નિકાલના અભાવે સમગ્ર શાંતીવન સોસાયટી માં રોગચાળા જેવી પરિસ્થિતિ સર્જાય અને રોગચાળા અશાંતિ રૂપ ધારણ કરે તે પહેલા તંત્ર વાહકો તે વિસ્તારની સફાઈ અભિયાન અને ગંદા પાણીનો નિકાલ કરે એ આજના આધુનિક યુગ અને વિકાસ ની વાતો કરતી સરકાર માટે પ્રજાલક્ષી કાર્ય કરવાની મહત્ત્વની તક રહી છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી કારણકે મોરબીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ રાખ્યા બાદ પણ તંત્ર વાહકો દ્વારા પાણીના નિકાલ કરવામાં નિષ્ફળ નિવડ્યા હોય જેના પરિણામે મહેન્દ્ર પરા વાવડી રોડ સહિત શાંતિ નગર સોસાયટીમાં મતદાર પ્રજા શાંતિથી રહે અને રોગચાળાનો ભોગ બની અશાંતિનું રૂપ ધારણ કરે તે પહેલા જિલ્લા કક્ષાના અધિકારીઓ અને નગરપાલિકાના તંત્ર વાહકોએ મોરબીના શાંતિનગર વિસ્તારમાં ઘરમાં ઘૂસેલા પાણી અને મુખ્ય માર્ગો પર વરસાદ અને ગટરના તલાવડા ને નિકાલ કરવા માટે જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે જે શાંતિ નગર સોસાયટી માં તંત્રની બેદરકારી જનક તસવીરો એ ગ્રેટ નગરપાલિકાની પોલ ખોલતી હોય તેવું દેખાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here