મોરબીની માસુમ બાળ રોજેદાર લાઈબા બાનુ જામ એ પ્રથમ રોજો છ વર્ષ પાંચ માસની ઉંમરમાં રાખી ખુદાની બંદગી કરી

મોરબી, આરીફ દીવાન :-

મોરબીના વીસીપરા ચાર ગોદામ ગુલાબ નગર માં રહેતા દાઉદભાઈ ઉમર જામ મુસ્લિમ મિયાણા સમાજના સામાજિક કાર્યકર ની માસુમ બહાર રોજેદાર પવિત્ર રમજાન માસ નિમિત્તે છ વર્ષ પાંચ માસની લાઈબા બાનું એ પ્રથમ રોજુ રાખી ખુદા ની બંદગી કરી પવિત્ર રમજાન માસ નિમિત્તે મુસ્લિમ સમાજના યુવાનો મહિલાઓ વૃદ્ધો બાળકો રોજા રાખીને ઈબાદત બંદગી કરી રહ્યા છે ત્યારે મોરબી વીસી પરામાં ચાર ગોદમ ગુલાબ નગર માં રહેતા દાઉદભાઈ જામ ની દીકરી આ પવિત્ર મુસ્લિમ રમજાન માસ મા માસુમ બાળ રોજેદાર લાઈબા બાનું એ પણ નાની ઉંમરમાં પ્રથમ રોજુ રાખી ખુદાની બંદગી કરી હતી નાની બાળ રોજેદારને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે પિતા દાઉદભાઈ જામ દાદા ઉમરભાઈ જામ તેમજ ભાઈ રાયધન તેમજ ભાઈ લતીફ તેમજ મોટી બેન હુસેના બેન સહિતના સમગ્ર જામ પરિવાર મિયાણા સમાજના નાની માસુમ બહાર રોજેદારને હેત વર્ષા સાથે શુભેચ્છા અભિનંદન પાઠવી હતી જેથી માસુમ બાળ રોજેદાર વહેલી સવારે સરગી કર્યા વગર નિયત રોજાની કરીને પવિત્ર રમજાન માસનું પ્રથમ રોજુ કર્યું હતું જે આખો દિવસ ના આશરે ૧૫ થી ૧૬ કલાક દરમિયાન પોતાની ભૂખ પ્યાસ ને દયાગીને પવિત્ર રમજાન માસ નિમિત્તે પરિવારની હેત વર્ષાને નિહારીને ચહેરા પર મુસ્કાન આપી રહી છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here