મોડાસા-ધનસુરા બાયપાસ રોડ ઉપર શ્રી મહેતા સેલ્સ એજન્સીમાંથી લોખંડની ગ્રીલના થાંભલાની ચોરીનો ભેદ ગણત્રીના કલાકોમાં ઉકેલી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

લોખંડની ગ્રીલના થાંભલા સહિત ચોરીમાં ગયેલ મુદામાલ કુલ રૂ.૧૩, ૮૦૦/-ના સાથે આરોપીઓને ઝડપી પાડયા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્દસિંહ યાદવ સાહેબ,ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી શૈફાલી બારવાલ, સાહેબ અરવલ્લી-મોડાસા નાઓએ આપેલ સૂચનાઓ મુજબ અરવલ્લી જીલ્લામાં બનેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક પરિણામ લક્ષી કામગીરી કરવા માર્ગદર્શન/સુચનાઓ આપેલ હતી.
જે અનુસંધાને શ્રી,કે.ડી.ગોહીલ, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મોડાસા નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લીના સ્ટાફના પોલીસ માણસોની જુદી જુદી ટીમો બનાવી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓને શોધી કાઢવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતા.
જે આધારે એલ.સી.બી.સ્ટાફના માણસો મોડાસા ટાઉન પોસ્ટે.વિસ્તારમાં બનતા મિલ્કત સંબધી ગુન્હા અટકાવવા સારૂ વોચ/પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મોજે મોડાસા-ધનસુરા બાય પાસ રોડ ઉપર મધુવન રેસીડેન્સી નજીક આવેલ શ્રી મહેતા સેલ્સ એજન્સીમાંથી લોખંડ ની ગ્રીલના થાંભલાની ચોરી થયેલ હોય ચોરી કરનાર ઇસમો ચોરીના મુદ્દામાલ સાથે બાયપાસ રોડ ઉપર આવેલ પશુદવાખાના પાસે છે.તેવી હકીકત આધારે મોડાસા-ધનસુરા બાયપાસ રોડ ઉપર આવેલ પશુદવાખાના પાસે જતાં તેની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બે ઇસમો પોલીસની સરકારી વાહનને જોઇ આઘાપાછા થતા જે બંને ઇસમોને પકડી પાડી ઇસમોને લોખંડની ગ્રીલના થાંભલી પોતે ક્યાંથી કોની પાસેથી લાવેલ તે બાબતે પુછતાં જણાવેલ કે સદરી લોખંડની ગ્રીલના થાંભલા આજરોજ વહેલી સવારના મધુવન સોસાયટીની પાસે આવેલશ્રી મહેતા સેલ્સ એજન્સીમાંથી ચોરી કરેલાનુ જણાવેલ જેથી બંને ઇસમોનુ નામ પુછતાં(૧) સુરેશભાઇ લીંબાજી બોદર ઉ.વ.૪૫ રહે.સર્વોદય નગરડુંગરી ખાડા વિસ્તાર મોડાસા તા.મોડાસા જી. અરવલ્લી(૨) પ્રકાશ નાથ અજુનાથ મદારી ઉ.વ.૩૫ રહે.સર્વોદયનગર ડુંગરી મોડાસા તા. મોડાસા જી.અરવલ્લી નાના હોવાનુ જણાવેલ.સદરી બંને ઇસમો પાસેથી મળી આવેલ લોખંડની ગ્રીલના થાંભલા બાબતે તેઓ પાસે કોઇ આધાર પુરાવા કે બીલ પોતાની પાસે હોય તો રજુ કરવા જણાવતા પોતે પાસે કોઇ આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ.જેથી સદરી પાસેથી મળી આવેલ લોખંડની ગ્રીલના થાંભલી જોતા લોખંડની બે અંગલોથી બનાવેલ.જે એંગલની લંબાઇ માપી જોતા આશરે ૨ ફુટ ચાર ઇંચની જેના બંને છેડે આશરે સાડા છ ઇંચના સળીયા વેલ્ડીંગ કરી લગાવેલ હતા જે લોખંડની ગ્રીલના થાંભલી ગણી જોતા કુલ-૧૬ થાંભલી હતી. જે એક થાંભલીની કી.રૂ.૮૦૦ લેખે ૧૬ થાંભલીની કુલ કી.રૂ.૧૨,૮૦૦/-ની ગણાય તેમજ સદરી ઇસમો પાસેથી બે લોખંડ ના નાના ગોળ પાઇપો સ્ટેન્ડ સાથેના મળી આવેલ. જે એક પાઇપની કી.રૂ.૫૦૦/- લેખે બે પાઇપોની કી.રૂ.૧૦૦૦/- મળી કુલ કી.રૂ.૧૩,૮૦૦/-નો મુદ્દામાલ સદરી બંને ઇસમોએ કોઇપણ જાતના બીલ કે આધાર પુરાવા વગર રાખી મળી આવેલ હોઇ જે મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી આજરોજ તા.૨૬/૦૮/૨૩ ના ક.૧૫/૦૦ વાગે સી.આર.પી.સી.ક. ૪૧(૧)ડી મુજબ અટક કરી આગળની વધુ તપાસ માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને આરોપીઓ તથા મુદ્દામાલ સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
(૧) સુરેશભાઇ લીંબાજી બોદર ઉ.વ.૪૫ રહે.સર્વોદય નગરડુંગરી ખાડા વિસ્તાર મોડાસા
તા.મોડાસા જી.અરવલ્લી
(૨) પ્રકાશનાથ અજુનાથ મદારી ઉ.વ.૩૫ રહે.સર્વોદયનગર ડુંગરી મોડાસા તા.મોડાસા
જી.અરવલ્લી
કબજે લીધેલ મુદ્દામાલઃ-
એક થાંભલીની કી.રૂ.૮૦૦ લેખે કુલ-૧૬ થાંભલીની કુલ રૂ.૧૨,૮૦૦/- બે લોખંડના નાના ગોળ પાઇપો કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧૩,૮૦૦/-નો મુદ્દામાલ
કામ કરનાર અધિકારી / કર્મચારીઓઃ-
(૧) શ્રી કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. મોડાસા.
(૨) અ.હે.કો.હરેશકુમાર કાન્તીભાઇ એલ.સી.બી. મોડાસા.
(૩) અ.હે.કો.દીલીપભાઇ થાનાભાઇ એલ.સી.બી. મોડાસા.
(૪) અ.હે.કો અભેસિંહ કોદરસિંહ એલ.સી.બી. મોડાસા.
(૫) અ.હે.કો.કીશનકુમાર બાબુભાઇ એલ.સી.બી. મોડાસા.
આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લી ધ્વારા ચોરી ગયેલ મુદ્દામાલના ગુન્હાનો ભેદ ઉકેલાવા પામેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવાની પ્રસંશનીય કામગીરી કરવામાં સફળતા સાપડેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here