છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલો ઠરાવ રદ કરવાના મુદ્દે જવાબ આપવા 27 માજી સભ્યોને નોટિસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરપાલિકા વર્ષોથી વિવાદમાં છે. જ્યારે નગરપાલિકાનું રાજકારણ છેક ગાંધીનગર સુધી વખણાય છે. જેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. 29 /7/2022ના રોજ રાખવામાં આવેલી નગરપાલિકાની સામાન્ય સભામાં થયેલ ઠરાવ ન 37 બાબતે પૂર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ અને સભ્ય ઝાકિર ભાઈ દડી અને પૂર્વ સભ્ય મહેશભાઈ અંબાલિયા દ્વારા કરવામાં આવેલી અપીલ બાબતે પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં કેશ ચાલતો હોય જે બાબતે જવાબ આપવા માટે હાલના નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પાલિકાના 27 જેટલા માજી સભ્યોને નોટિસ આપવામાં આવી છે. આપવામાં આવેલ નોટીસથી સમગ્ર છોટાઉદેપુર નગરમાં ખળભળાટ મચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે છોટાઉદેપુર નગર પાલિકામાં રાત્રી સફાઈ બાબતે તત્કાલીન ચીફ ઓફિસર અને સભ્યો દ્વારા કરવામાં આવેલ ઠરાવ ન 37 રદ કરવા પ્રાદેશિક કમિશ્નરમાં અગાઉના પાલિકાના ઉપ પ્રમુખે દાખલ કરેલ અપીલ બાબતે કોઈ જવાબ આપવો હોય તે બાબતે છોટાઉદેપુરના હાલના ચીફ ઓફિસર દ્વારા 27 જેટલા પૂર્વ સભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અને પૂર્વ પ્રમુખને જવાબો રજૂ કરવા જણાવ્યું હતું જે જવાબો રજૂ કરી દીધા હોય અને હાલ પાલિકાના 27 જેટલા પૂર્વ સભ્યોને પણ તા 31/8/23 સુધીમાં જવાબો રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે.
ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258 (1) મુજબ પૂર્વ ઉપ પ્રમુખ અને સભ્ય દ્વાર તા 29/7/22ના રોજ રાખવામાં આવેલ સામાન્ય સભામાં ઠરાવ ન 37 રદ કરવા પ્રાદેશિક કમિશ્નરમાં અપીલ કરવામાં આવી હતી. જેનો કેસ ચાલતા ઠરાવમાં સંમતિ કે બહાલી આપવામાં આવેલ હોય અને તેની સુનાવણી આગામી 5/9/23 ના રોજ પ્રાદેશિક કમિશનર કચેરીમાં રાખવામાં આવી હોય જે બાબતે પ્રાદેશિક કમિશનર દ્વારા મળેલ સૂચના મુજબ ઠરાવ બાબતે કે રજુઆત કે જવાબ કરવા માંગતા હોય તો તા 31/8/23સુધીમાં છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસરને મોકલી આપવા 27 જેટલા પૂર્વ સભ્યોને નોટિસ આપવામાં આવી છે. આ બાબતે જો ચૂક થશે તો કોઈ જવાબ આપવા માંગતા નથી તેમ સમજી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ નોટીસમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here