માનનીય મુખ્યમંત્રીશ્રીનું અરવલ્લી જિલ્લામાં આગમન

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અરવલ્લી જિલ્લામાં હેલિપેડ ખાતે આગમન થયું. અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત તેમજ જિલ્લામાં પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

મુખ્યમંત્રીશ્રી આ મુલાકાત દરમિયાન અરવલ્લી જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં જિલ્લામાં ચાલતી લોકહિતની યોજનાઓ, સામાન્ય જનતાના પ્રશ્નો, વહીવટી કામગીરી અંગે ચર્ચા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here