અંકલેશ્વરથી રાજપીપળા ના ખખડધજ માર્ગના નવીનીકરણ માટે 100 કરોડ ખર્ચાસે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હોય પ્રવાસીઓ સહિત વાહનચાલકો માટે ભારે હાલાકી

નિર્માણ માટે રી ટેન્ડરીંગની પ્રક્રિયા હાથ ધરાઇ –નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

વિશ્રવ ની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના તમામ રસ્તાઓ ને કે જે ભરુચ અને નર્મદા જીલ્લા ના મુખ્ય માર્ગો છે તેને ફોરલેન બનાવવા મા આવ્યા છે, પરંતુ અંકલેશ્વર થી રાજપીપળા તરફ થઇને સટેચયુ ઓફ યુનિટી તરફ જવાનો રસ્તો ખુબજ ખખડધજ અને બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકો સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ મા આ રસ્તા બાબતે ભારે અસંતોષ જોવા મળતો હતો ત્યારે રાજય ના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજરોજ અંકલેશ્વર થી રાજપીપળા ને જોડતો રસ્તો ફરીવાર બનાવવા ની જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંકલેશ્વર થી રાજપીપળા ને જોડતા રસ્તા નુ નવીનીકરણ થશે ની જાહેરાત કરી છે , જે માટે રુપિયા 100 કરોડ નો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવસે, આ રસ્તા ના કામ ના રી ટેન્ડરીંગ ની પણ કામગીરી કરી હોવાનું આજરોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની જાહેરાત ના પગલે હવે અંકલેશ્વર થી રાજપીપળા ના ખખડધજ માર્ગ નુ કામ શરું થસે અને રસ્તો બનતા લોકો ની હાડમારી ઓછી થસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here