મદારે મહેઝર એજ્યુ. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો…

જામનગર,
અકબર દીવાન

પ્રવર્તમાન સમયમાં કોવીડ-19 નામથી આખી દુનિયા માનસિક રીતે કંપન અનુભવી રહી છે ત્યારે આપણા ભારત દેશમાં પણ આ વાયરસે હાહાકાર મચાવ્યો છે તેમજ ગુજરાતના લગભગ જિલ્લામાં આ વાયરસે પગપેસારો કરી લીધો છે જેને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર કોવીડ-19 સામે લગાતાર ઝઝૂમી રહી છે અને લોક રક્ષા કાજે તમામ પ્રયત્ન કરીને આ વાઇરસને માત આપવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. તેમજ આવા કપરા સમયમાં સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણયો લઇ હાલ ચાલી રહેલ ચોથા તબક્કાના લોકડાઉંનમા લોકોની રોજીરોટી માટે ધંધા રોજગાર શરૂ કરવા માટેની શરતી છૂટછાટ આપી છે.
ત્રીજા ચરણના લોકડાઉંન સુધી તમામ પ્રકારના ધંધા રોજગાર સદંતર બંધ હોવાથી ગરીબ તેમજ અનેક મધ્યમ વર્ગીય લોકોને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હતું આવા સંકટ સમય વેળા જામનગરમાં ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ ભોજન વ્યવસ્થા કરી જરૂરતમંદ લોકોની મદદ કરવા આગળ આવી હતી આવી જ સંસ્થા મદારે મહેઝર એજ્યુ. ચેરિટેબલ ટ્રસ્ટ પણ લોકોની મદદે આવી બે ટાઈમ ભોજન બનાવી જરૂરતમંદ લોકોને ઘરે-ઘરે પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યું હતું જેથી આ સંસ્થા એ સૌ મહનુંભાવોનો અંત:કરણે આભાર માને છે કે જે લોકો સંસ્થામાં હોદ્દેદાર ના હોવા છતાં માનવતાના આવા ભગીરથ કાર્યમાં સામેલ થયાં હતા અને બીજા એ લોકોનો ખાસ હ્રદય પૂર્વક આભાર માને છે કે જે લોકોએ આ સંસ્થાને નામ આપ્યા વગર અનાજ કરિયાણું પૂરૂ પડ્યું હતું તેમજ જે લોકોએ સંસ્થાના ભગીરથ કાર્યમાં તન મન ધનથી સહયોગ આપ્યો તેં બદલ સંસ્થાના તમામ હોદ્દેદારો તેમજ પ્રમુખ અકબર દીવાન.. ઉપ પ્રમુખ અલ્તાફ દીવાન.. આસિસ્ટન્ટ પ્રમુખ અકરમ ખીરા.. તહેદિલથી આભાર માને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here