ભારતીય વાયુ સેનામાં જોડાવા માટે અમુલ્ય તક

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ઉમેદવારો ભારતીય હવાઈદળ (ઇન્ડીયન એર ફોર્સ)માં અગ્નિવીરવાયુ તરીકે પોતાની કારકિર્દી બનાવી શકે છે

ભારતીય વાયુ સેનામાં અગ્નિવીરવાયુ તરીકે જોડાવા માટે રાજ્યના અપરણિત પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઇ શકે છે.આ માટે ઉમેદવારો તા. ૧૭/૦૩/૨૦૨૩ થી તા. ૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં ઑનલાઇન અરજી કરી શકે છે. વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો અગ્નિવીરવાયુ જગ્યા માટેની લાયકાત ઇન્ટરમીડીયેટ/ ૧૦+૨/સમક્ષ સાથે ગણિત,ફિઝીક્સ અને અંગ્રેજી સાથે માન્ય બોર્ડ સાથે ૫૦ ટકા માર્ક્સ મેળવેલ હોવા જોઈએ તથા અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્ક્સ હોવા જોઈએ અથવા ત્રણ વર્ષનો ડીપ્લોમાં એન્જીનીયરીંગ કોર્સ( મિકેનિકલ/ઈલેક્ટ્રીકલ/ઈલેટ્રોનિક્સ/ઓટોમોબાઇલ/કોમ્પ્યુટર સાયન્સ/ઇસ્ટુંમેન્ટેશન ટેક્નોલોજી/ઇન્ફોર્મેશન ટેક્નોલોજી/માન્ય પોલિટેકનિક ઈન્સ્ટીટ્યુટ સાથે ૫૦ ટકા માર્ક્સ અંગેજી વિષયમાં ડિપ્લોમા કોર્સ અથવા ઇન્ટરમિડિયેટ/મેટ્રીક્યુલેશનમાં હોવા જોઇએ. અથવા બે વર્ષનો વોકેશનલ કોર્સ સાથે નોન-વોકેશનલ વિષય ફિઝીક્સ અને ગણિત માન્ય સ્ટેટ એજ્યુકેશન બોર્ડ સાથે ૫૦ ટકા માર્ક્સ મેળવેલ હોવા જોઈએ તથા અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્ક્સ વોકેશનલ કોર્સ સાથે અથવા ઇન્ટરમિડિયેટ/મેટ્રીક્યુલેશનમા હોવા જોઇએ.

ઉમેદવારોની વયમર્યાદામાં ૨૬ ડિસેમ્બર ૨૦૦૨ અને ૨૬ જૂન ૨૦૦૬ બંને તારીખની વચ્ચેના સમયગાળામાં જન્મ થયેલો હોવો જોઈએ. પુરુષ ઉમેદવારો માટે ૧૫૨.૫ સે.મી ઉંચાઈ અને સ્ત્રી ઉમેદવારો માટે ૧૫૨ સે.મી ઉંચાઈ હોવી જોઈએ.

વધુ માહિતી માટે ઉમેદવારો ઓનલાઈન વેબસાઈટ https://agnipathvayu.cdac.in ઉપર જોઈ શકશે. તેમજ આ ભરતી રેલી સંદર્ભે ભારતીય વાયુસેનાની વેબસાઈટ પર પ્રસિદ્ધ થયેલ જાહેરાતમાં દર્શાવેલ માહિતી આખરી રહેશે તેમ રોજગાર અધિકારીશ્રી,ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here