બનાસકાંઠા : કાંકરેજના મુખ્ય મથક શિહોરી પોલીસ દ્વારા શિહોરી પાટણ હાઇવે રોડ ઉપર વાહન ચાલકોને માસ્ક વિતરણ કરાયું…

કાંકરેજ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ દ્વારા શિહોરી પાટણ હાઇવે રોડ ઉપર માસ્ક પહેરી ને ન નીકળતા વાહન ચાલકો ને થોભાવી ને પોતાના આરોગ્ય ની કાળજી રાખવા માટે વિશ્વ કોરોના મહામારી બાદ હવે એમેક્રોન વાઇરસ ધીરે ધીરે ગુજરાત માં પ્રવેશ કરી લીધો છે ત્યારે હવે ગુજરાત પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા શિહોરી ટ્રાફિક પોલીસ દ્વારા શિહોરી પાટણ હાઇવે રોડ ઉપર વાહન ચાલકો ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને હવે જયારે પણ કોઈ જગ્યાએ બહાર જવાનું થાય ત્યારે ફરજિયાત માસ્ક પહેરીને જ જવું તેવી સમજણ આપી હતી જેમાં બાઈક. રિક્ષા. છકડો. કાર. લક્ઝરી બસમાં બેસીને જતાં મુસાફરો ને પણ પોતાના સ્વસ્થ માટે કોરોના અને એમેક્રોન વાઇરસ થી બચવા માટે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રબારી શિહોરી ટ્રાફિક પોલીસ દ્વારા સુંદર કામગીરી કરી હતી ત્યારે વાહન ચાલકો એ શિહોરી પોલીસ ની કામગીરી ને બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here