પુસ્તક વાચક સ્પર્ધા – 2019-20 અંતર્ગત Online Book Fair અંતર્ગત મળેલ પુસ્તકો વિદ્યાર્થીઓને ઘરે જઈ વિતરણ કરવામાં આવ્યા…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

વર્ષ : 2019 – 20 શહેરા તાલુકાની સરકારી ઉચ્ચ પ્રાથમિક ધો.6 થી 8 શાળાઓ તેમજ સરકારી/ગ્રાન્ટેડ/આર.એમ.એસ.એ./મોડેલ/મોડેલ ડે માધ્યમિક (ધો.9) અને ઉચ્ચતર માધ્યમિક (ધો.11) શાળાઓના વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરી – 2020 માં “પુસ્તક વાચક સ્પર્ધા” યોજવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર તરીકે પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઈ ગુજરાતી પ્રકાશક મંડળ અમદાવાદના સહયોગથી Online Book Fair નું આયોજન કરવામાં આવેલ હતું. “પુસ્તક વાચક સ્પર્ધા”માં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર તરીકે પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે www.gpmbooks.com Website પર BRC LOGIN પર રજિસ્ટ્રેશન કરી સંબંધિત શાળાના મુખ્ય શિક્ષકએ સંદર્ભ માર્ગદર્શિકાને મુજબ પુસ્તક પસંદગી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જેના આધારે મળેલ પુસ્તકો શહેરા તાલુકાના વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈને સમગ્ર શિક્ષા, શહેરા, શિક્ષકો, આચાર્યો દ્વારા વિતરણ કરવામાં આવ્યા હતા. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારે પુસ્તક વાચક સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી શિક્ષણ પરિવારને વિદ્યાર્થીઓને વાંચન પ્રત્યે રસ જગાવવામાં મહત્ત્વનું યોગદાન તેમજ પુસ્તક પસંદગી અને વિતરણ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોવિડ – 19 અને શિક્ષણ વિભાગની SOP ની ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here