નર્મદા જિલ્લામાં તા ૩ જી એપ્રિલે સોમવારે યોજાનારી ગુજકેટ-૨૦૨૩ માટે નોંધાયેલા ૮૦૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલાની ચાર શાળાના બિલ્ડીંગમાં કુલ – ૪૨ બ્લોકમાં પરીક્ષા યોજાશે

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે તા.૦૩/૦૪/૨૦૨૩ને સોમવારના રોજ ગુજકેટ-૨૦૨૩ની પરીક્ષા માટે નોંધાયેલા ઉમેદવારોની પરીક્ષા સવારના ૧૦:૦૦ થી બપોરના ૧૬:૦૦ કલાક સુધી ત્રણ સેશનમાં યોજાનાર છે. જિલ્લામાં આદર્શ નિવાસી શાળા-રાજપીપલા, શ્રી એમ.આર.મહીડા કન્યા વિનય મંદિર-રાજપીપલા, સરકારી હાઈસ્કૂલ-રાજપીપલા અને નવદુર્ગા હાઈસ્કૂલ-રાજપીપલા ખાતે યોજાનાર છે. ગુજકેટ – ૨૦૨૩ માટે નર્મદા જિલ્લામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના મળી કુલ ૮૦૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમના માટે ઉક્ત ચારેય શાળાઓમાં કુલ – ૪૨ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે પુરતી તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here