કાલોલ નગરમાં આવેલ આસ્થાના પ્રતીક સમાન બળીયાદેવ મંદિરે આજે ભક્તોની મોટી સંખ્યા જોવા મળી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

બળ અને શક્તિના દાદા બળીયાદેવ મંદિર કાલોલ નગરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે આજુબાજુ ગામના લોકો પણ બળીયાદેવ પર ઉડી શ્રદ્ધા ધરાવે છે નાના બાળકોને કે મોટા વ્યક્તિઓને ઓરી કે અછબડા જેવા રોગ થાય છે ત્યારે આ બળીયાદેવ ની બાધા રાખવામાં આવે છે અને તેમની માતા દ્વારા ઓળી અને અછબડા નો રોગ દૂર થઈ જાય છે જે માનતા પૂરી કરવા આગલા દિવસે પોતાના ઘરોમાં જમવાનું બનાવી સવારે બોરુ ટર્નિંગ બળીયાદેવ મંદિરે બળીયાદેવના દર્શન કરી તેમના ચોકમાં ઠંડુ ભોજન આરોગે છે અને પોતાની બાધા માનતા પૂરી કરે છે જેના કારણે ઓરી અને અછબડા જેવા રોગો લાખો લોકોના દૂર થતા જોવા મળે છે જો કોઈ બાળકના શરીરમાં બળતરા થતી હોય તો બળીયાદેવને ઠંડુ દૂધ ચડાવવાની બાધા રાખે છે તેમની બાધા રાખતા જ શરીરમાં ઠંડક પ્રસરે છે આજે રવિવારના દિવસે આવા ભક્તોએ પોતાની માનતાઓ પૂરી કરી છે બળીયાદેવને ઠંડુ દૂધ અને ભોજન ધરાવી આજુબાજુ નીચે બેસી એકબીજાને પોતાનું ભોજન વહેંચી આ ઠંડુ ભોજન આરોગી બળીયાદેવ ભગવાનની ધન્યતા અનુભવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here