પાવીજેતપુર : ડો.આંબેડકર શાળા વિકાસ સંકુલ મુકામે એસ.વી.એસ કક્ષાનો ઓનલાઈન ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો…

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

પાવીજેતપુર અને બોડેલી તાલુકાની 18 શાળાના 58 બાળકો અને 29 શિક્ષકોએ વિવિધ પાંચ વિભાગની કૃતિઓમાં ભાગ લીધો.વિભાગ -૧ (પર્યાવરણને અનુકૂળ પદાર્થો )વિષયમાં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ થયેલ ઇકો ફ્રેન્ડલી સોલ્યુશન ,સનરાઈઝ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ, પાવીજેતપુર ના વિદ્યાર્થી રાઠવા પાર્થ અને રાઠવા મેહુલ ઇકો બ્રિક્સ,કૃતિ શેઠ એચ એસ શિરોલાવાલા હાઈસ્કૂલ, બોડેલી ના વિદ્યાર્થી રાઠવા વિરાજ સિંહ અને રાઠવા યતીન, વિભાગ-૨(સ્વાસ્થ્ય અને સ્વછતા) માં સર્વ શ્રેષ્ઠ કૃતિ તરીકે ઓટોમેટીક હેન્ડ સેનિટાઈઝર શ્રી ટી.વી વિધાલયય કોસીંદ્રા ના વિદ્યાર્થી રાઠવા હેતીબેન અને જાદવ કર્મકાર તન્વી.ફ્લોર ક્લિનિંગ મશીન, શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાવીજેતપુર ના વિદ્યાર્થી સૈયદ સિફા પરવીન અને રાઠવા ત્રિપલ વિભાગ-3(સોફ્ટવેર અને એપ) માં શિરોલાવાલા એપ, શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી ના વિદ્યાર્થી ખત્રી અબ્દુલ કાદિર અને ખત્રી અકીલ વિભાગ 4 (પરિવહન)માં એર ટ્રેઈન,શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાવીજેતપુર ના વિદ્યાર્થી રાઠવા ચેતન અને રાઠવા દેવ ઓટોમેટીક પાર્કિંગ લાઈટ,શેઠ એચ.એસ.શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલીના વિદ્યાર્થી પંચોલી યસ રાઠવા ભાર્ગવ વિભાગ 5 (પર્યાવરણ અને જળવાયું પરિવર્તન)માં સીડસ એગ,શ્રી શાસ્ત્રી વિદ્યાલય સીથોલ ના વિદ્યાર્થી રાઠવા અક્ષરીબેન અને રાઠવા મીનાક્ષીબેન, પૃથ્વી બચાવો ,સનરાઈઝ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ પાવીજેતપુર ના વિદ્યાર્થી બારીયા ઋત્વી અને રાઠવા અસ્મિતા. આ પાંચ વિભાગની પસંદ થયેલ શ્રેષ્ઠ દસ કૃતિ આગામી ૨૨/૨ ના રોજ વિભાગ ૧,૨,૩ અને ૨૩/૨ નારોજ ૪ અને ૫ વિભાગની કૃતિઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ગુગલમીટ દ્વારા સવારે ૯ કલાકે ઓનલાઈન જોડાઈ ભાગ લેશે. જિલ્લાનીછોટાઉદેપુર, કવાંટ,પાનવડ,બહાદરપુર,સંખેડા ની શાળાઓમાંથી તજજ્ઞ ગણિત-વિજ્ઞાન શિક્ષકોએ નિર્ણાયક તરીકે સેવા આપી.જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,વડોદરા અને એસ.વી.એસ કન્વીનર,જેતપુરપાવી દ્વારા વિજેતા કૃતિના વિદ્યાર્થીઓ,માર્ગદર્શક શિક્ષકો અને શાળાઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here