પાટણ બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા)ઉત્તર ઝોન દ્વારા સન્માનિત કરાયા

પાટણ અંકુર ત્રિવેદી (ડીસા) , આશિષ કુમાર પાધ્યા :-

મહેસાણા ત્રિદિવસીય બ્રહમોત્સવ.2022 સમિટ નું આયોજન થયેલ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા) ઉત્તર ઝોન નો બ્રહ્મોત્સવ 2022 ત્રી દિવસીય કાર્યક્રમ નું આયોજન મહેસાણા ખાતે ચાલી રહ્યો છે ત્યારે આજે બીજા દિવસે બ્રહ્મ ગૌરવ એવોર્ડ સન્માન સમારોહ ,બ્લડ ડોનેશન કેમ્પ ,સહિત વિવિધ કાર્યક્રમ યોજાયો હતો
આજે બ્રહ્મ ગૌરવ એવોર્ડ માં પાટણ જિલ્લા બ્રહ્મ સમાજ માં થી પાટણ ને એક ડોકટર એવોર્ડ મળ્યો હતો જેમાં પાટણ જિલ્લા ના પત્રકાર અલ્કેશ પંડ્યા તેમજ સિદ્ધપુર કુમાર શાળા ના શિક્ષક અને પાટણ જિલ્લા ના એક માત્ર કરાટે ઈન્સ્ટ્રકટર શીતલબેન અલ્કેશ પંડ્યા ની દીકરી ડોકટર જાનકી બેન અલ્કેશ પંડ્યા ને ડોકટર નો એવોર્ડ તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવા માં આવેલ આજ ના આ કર્યક્રમ માં રાજ્ય સભા ના સાંસદ જુગલ લોખંડવાલા ના હસ્તે એવોર્ડ અપાયો હતો.
કથાકાર ભાગવત પૂજ્ય હર્ષદ ભાઈ વ્યાસજી ને એવોર્ડ સાથે સાથે પાટણ સંગીત ક્ષેત્ર માં આગવું નામ ધરાવતા રાજ માહરાજ નું પણ સન્માન અને શિલ્ડ આપવા માં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણ ના બ્રહ્મ સમાજ ના વીરેશ ભાઈ વ્યાસ ,સહિત બ્રહ્મ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પાટણ સુપ્રસિદ્ધ એંકર પાર્થ જોશી એ કર્યું હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here