દેલોલ ગામમાં ભરઉનાળે પાણીની સમસ્યા વધતાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું

કાલોલ,(પંચમહાલ) મૂસ્તુફા મીરઝા :-

કાલોલ તાલુકાના દેલોલ ગામની જનતા વતી, રાઠોડ હિંમતસિંહ મનુભાઇ(માજી, તાલુકા પંચાયત સભ્ય) તથા સુભાષચંદ્ર મહાસુખલાલ સુથાર વગેરે દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે દેલોલ ગામની જનતા છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની વિકટ સમસ્યા ભોગવી રહ્યું છે અને હાલ દેલોલ ગામની તમામ જનતા જે પાણીની વિકટ સમસ્યા ભોગવી રહી છે તેવી સમસ્યા ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ગામ કે શહેર ભોગવી રહ્યું હશે તેવું જણાવ્યું હતું અને હાલમાં જે પાણી પૂરું પાડવામાં આવે છે તે પાણી પ્રથમ વિસ્તારને જે પાણી મળ્યું હોય તે પાણી ફરીથી કદાચ તે વિસ્તારને છ થી ૮ માં દિવસે પાણીની આશા રાખવી પડે જેથી સાત-સાત દિવસ સુધી સંગ્રહ કરેલું અને તેમાં પડી ગયેલા પોરા સહિતનું પાણી અમારા દેલોલ ગામની જનતા ઉપયોગ કરતી હોય તેવું જણાવ્યું છે.
જેથી આ આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે દેલોલ ગામની જનતાને પિવાના પાણીનો ન્યાય નહી મળે તો આવનાર વિધાનસભા કે લોક સભાની ચૂંટણીનો બહિષ્કાર કરે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે દેલોલ ગામની જનતા આવનાર નજીકના સમયમાં તાલુકા પંચાયત કચેરીએ ખાલી માટલાં બેડા સાથે આમરણ ઉપવાસ પર ન ઉતરે તેને ધ્યાનમાં લઈ આ પાણીની વિકટ સમસ્યાનું હલ કરવામાં આવે તેવું જણાવ્યું હતું…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here