પાટણ : ગૌરી વિદ્યાલય ખાતે 75 મો પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

પાટણ, આશિષ આર પાધ્યા :-

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ગૌરી વિદ્યાલય માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ હાઇસ્કૂલ ના પૂર્વ વિદ્યાર્થી અને જાણીતા સિનિયર એડવોકેટ જયમીનભાઇ એન વ્યાસ દ્વારા ધ્વજવંદન રાખવામાં આવેલ હતું તેમજ તેમના તરફથી પ્રસાદ વિતરણ આપવામાં આવી હતી અને તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આપણા ભારત દેશની લોકશાહી સમગ્ર વિશ્વની મોટામાં મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને દુનિયામાં આપણી નમૂનેદાર લોકશાહી એ દાખલા રૂપ શાસન પૂરું પાડેલ છે.પ્રજા તંત્રને નમૂનેદાર અને શુદ્રઢ ચાલનારા વિશ્વને આપણે પ્રજાતંત્ર આદર્શ ઉદાહરણ બેસાડેલ છે. સ્વાતંત્ર પર્વ નિમિત્તે સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવેલ હતા .આ પ્રસંગે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સતિષભાઈ જાદવ અને સ્કૂલના સ્ટાફ ગણ સાથે.ગ્રામ વિકાસ ટ્રસ્ટના ભાનુભાઈ વ્યાસ શંખલપુર હાઈસ્કૂલના પૂર્વ પ્રધાન આચાર્ય એલ ડી પટેલ સાહેબ પૂર્વ સરપંચ બાબુભાઈ ચાવડા.શૈલેષભાઈ રબારી .તેમજ ભરતભાઈ રાવલ સાહેબ અને ગ્રામજનો માં પૂર્વ શિક્ષક મહાદેવભાઇ રબારી. ચેતનભાઇ રબારી .બળવંતસિંહ પરમાર રતિલાલ ઠાકોર .ગલાજી ઠાકોર ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here