પંચમહાલ જીલ્લાના શહેરા નગરના બજારોમાં અવેધ દબાણોને તોડી પાડવા નગર પાલિકા તંત્રની નોટીસ

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જીલ્લાના શહેરા નગરના અનેક વિસ્તારના બજારોમાં વેપારીઓ દ્વારા પોતાની દુકાનો આગળ અવેધ રીતે ઓટલા છજા તેમજ માલ સમાન મૂકી દબાણ કરવામાં આવતું હોવાની બુમ ઉઠવા પામી હતી જેને લઈને ગત રોજ નગર પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરી નગરના અનેક વિસ્તારોમાં લેખિત નોટીસ આપી દુકાન ધારક વેપારીઓ તેમજ લારી ગલ્લાવાળા ઓને સચેત કરવામાં આવ્યા હતા.

અમારા પ્રતિનિધિ થકી મળતી વિગતો મુજબ પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં વેપાર ધંધો કરતા દુકાન ધારકો પોતાની દુકાનો આગળ ઓટલા, છજા તેમજ માલ સામન બહાર મૂકી રોડ રસ્તાને અડચણરૂપ થાય એ રીતે દબાણ કરતા હોય છે, જેથી નગરના રોડ રસ્તા પર અનેક વખતે ટ્રાફિક જામ તેમજ ભીડ ભાડનો માહોલ સર્જાતો રહે છે તદુપરાંત હાલ વેશ્વિક મહામારી એવા કોરોનાના કપરા કાળમાં શહેરા નગરના બજારોમાં અવેધ દબાણો તેમજ રોડ રસ્તા પર ઉભા રહેતા લારી ગલ્લાઓના કારણે સોશિયલ ડિસ્ટન્સના સરકારી ધારા ધોરણોનું ઉલંઘન થતું હોય છે જેને ધ્યાનમાં લઇ ગત રોજ શહેરા નગર પાલિકા તંત્ર દ્વારા નગરના હોળી ચકલાથી વાઘજીપુર ચોકડી સુધીનો વિસ્તાર, મહાલક્ષ્મી મંદિરથી હોળી ચકલા સાથે પરવડી વિસ્તાર, પ્રવીણ કાકાની ગલી વાળો વિસ્તાર તથા ભાવસાર દવાખાના વાળો વિસ્તાર તેમજ સિંધી બજાર વિસ્તાર અને વૈધનાથ ચોકડીથી ગજનવી મસ્જીદથી રાજા હોટલ સુધીનો વિસ્તાર તેમજ મરડેશ્વરથી સરકારી દવાખાના સુધીનો વિસ્તાર અને અણીયાદ ચોકડી રોડ તથા રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારના બજારોમાં અવેધ રીતે દબાણ કરતા વેપારીઓને જાહેર નોટીસ બહાર પાડી જાણ કરવામાં આવી છે કે “આપ દ્વારા રસ્તા પર દુકાનો ઓટલા છજા રસ્તા પર બનાવી દુકાનનો માલ સામાન બહાર કાઢી વેપાર કરવામાં આવી રહેલ છે. જે ગેરકાયદેસર છે, તો આ નોટીસ મળ્યે તુરતજ આપ દ્વારા સદર માલ સામાન દુકાનમાં મુકાવી દેવો અને ઓટલો છજાનું ગેરકાયદેસર રસ્તા પરનું દબાણ દુર કરવા નોટીસ આપવામાં આવે છે અન્યથા નગર પાલિકા ટીમ દ્વારા માલ સામાન લારી ભરી દેવામાં આવશે. એ ઓટલો છજાને તમારા ખર્ચે અને જોખમે દુર કરવાની ફરજ પડશે અને ગુજરાત નગર પાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ-૧૮૫ ની પેટા કલમ અન્યવે કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here