પંચમહાલ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને ગોધરા તાલુકાના અછાલા ખાતે ખેડૂત શિબિર યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પ્રાકૃતિક કૃષિ,મીલેટ પાકોનું મહત્વ અને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગે ખેડૂતોને કરાયા માહિતગાર

રાજ્યમાં પ્રાકૃત્તિક કૃષિનો વ્યાપ વધે તે માટે છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર,વેચાણ અને યોજનાકીય કામગીરીનુ અમલીકરણ કરવામા આવી રહ્યું છે.ગત રોજ પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ ગુજરાત પંચાયત સંમેલનમાં પ્રધાનમંત્રીશ્રીએ હાકલ કરી હતી કે આઝાદી કા અમૃત મહોત્સવ દરમ્યાન ગ્રામ પંચાયત દીઠ ઓછામાં ઓછા ૭૫ ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે જરૂરી છે.જેના અનુસંધાને રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા સઘન પ્રયાસો કરાઇ રહ્યા છે.

પ્રાકૃતિક શબ્દનો અર્થ ”પ્રકૃતિ સાથે” યથાર્થ થાય તે હેતુથી છેવાડાના ગામ સુધી જરૂરિયાતમંદ ખેડુતોને કૃષિલક્ષી યોજનાની વિશેષ માહિતી મળી રહે તે ધ્યાને રાખી ગોધરા તાલુકાના ગોલ્લાવ ક્લસ્ટરના જંગલ વિસ્તારમાં આવેલા અછાલા ગામમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી. પટેલના અધ્યક્ષસ્થાને ”પ્રાકૃત્તિક કૃષિ” અને ”મીલેટ (હલકા ધાન્ય) પાકોની ખેતી” વિષય ઉપર ખેડુત શીબીરનું આયોજન
કરાયું હતું. અછાલા ગામના સરપંચશ્રી મહેન્દ્રભાઈના ઘરે કરાયેલ આ આયોજનમાં વિવિધ વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિનું મહત્ત્વ અને તેના પાંચ સિદ્ધાંતો,આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ અંતર્ગત મીલેટ પાકોનું મહત્વ, ખેડુત ખાતેદાર અકસ્માત વીમા યોજના, ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ, જમીન સ્વાસ્થ્ય પત્રક (સોઈલ હેલ્થ કાર્ડ), પીએમ કિસાન યોજના વિશે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ સાથે જીવામૃત બનાવવાની રીત અને નિદર્શન પણ કરાયું હતું.

આ તકે મદદનીશ ખેતી નિયામક,પેટાવિભાગશ્રી એમ. કે. ડાભી,તાલુકા અમલીકરણ અધિકારીશ્રી ડી. ડી. સોલંકી, NFSMશ્રી યોગેશભાઈ પટેલ,ગોધરા વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી)શ્રીમતી શિલ્પાબેન પટેલ તેમજ આત્માના btmશ્રી વિશાલભાઈ શાહ,TMTશ્રીમતી ભાવિકાબેન તેમજ FMT ગુલાબભાઈ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિમાન્સી ચૌધરી દ્વારા કરાયું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here