પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સરકારે જાહેર કરેલી ‘અગ્નિપથ’ યોજનામાં સુધારો કરવા માન. જિલ્લા કલેકટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

હાલમાં સમગ્ર ભારતમાં ખુબ ચર્ચા અને વિવાદમાં છે એ ‘અગ્નિપથ” યોજનામાં સુધારો કરવા માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માન. પંચમહાલ જિલ્લા કલેકટર સાહેબશ્રીને જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે, હાલ સરકાર દ્વારા જાહેર કરાયેલી’અગ્નિપથ’યોજનામાં નેવી, આર્મી અને એરફોર્સમાં ઉંમર ૧૭.૫ થી ૨૧ વર્ષ સુધીના યુવાનોને ફક્ત ચાર વર્ષ માટે અગ્નિવીર તરીકે ભરતી કરવામાં આવશે અને ચાર વર્ષ બાદ છૂટા કરવામાં આવશે એવું જણાવાયું છે તેથી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ યોજનામાં સુધારો કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે, આ યોજના અંતર્ગત જે પણ યુવાનોની ભરતી કરવામાં આવે તેમને પુરા પંદર વર્ષ માટે સેવા કરવાની તક આપવામાં આવે તથા પોતાના જીવની પરવા કર્યા વગર પોતાના કુટુંબ પરિવાર જનો થી દુર રહી દેશની રક્ષા માટે યુવાનો જોડાય તેઓને પેન્શન નો લાભ આપવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસની આગેવાની હેઠળ, કાલોલ વિધાનસભા સંગઠનમંત્રી ઉત્સવ પટેલ, ગોધરા વિધાનસભા સંગઠનમંત્રી અજય વસંતાની, કાલોલ તાલુકા પૂર્વ મહામંત્રી રાજેન્દ્રસિંહ રાઠોડ, કાલોલ તાલુકા પૂર્વ યુવા પ્રમુખ અનિલ સોલંકી, જિલ્લા લધુમતી સમિતિના પૂર્વ પ્રમુખ અમીન ગુરજી, ગોધરા શહેર પૂર્વ ઉપપ્રમુખ આશીષ કામદાર, જિલ્લા ફરીયાદ સમિતિના પૂર્વ પ્રમુખ મનોજ જોષી સહિતના કાર્યકરો દ્વારા સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here