પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓમાં એકતા શપથ લેવાયા…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગોધરા જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટરશ્રી સુજલ મયાત્રાનાં અધ્યક્ષસ્થાને શપથ સમારોહ યોજાયો

રાષ્ટ્રની એકતા, અખંડિતતા, અને સુરક્ષા જાળવી રાખવા અંગે શપથ લીધા

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ”તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજે પંચમહાલ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓનાં કર્મચારીઓ દ્વારા પોતાના કચેરી સ્થળે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરવા “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવામાં આવ્યા હતા. ગોધરા, કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તાશ્રી સુજલ મયાત્રાની આગેવાની હેઠળ વરિષ્ઠ અધિકારીઓ-કર્મચારીઓ શપથ ગ્રહણ કર્યા હતા. કલેક્ટર કચેરી પ્રાંગણમાં યોજાયેલ આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી મહિપાલસિંહ ડી. ચુડાસમા દ્વારા અધિકારીઓ-કર્મચારીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા, દેશ માટે પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટરશ્રી અમિતા પારગી, મામલતદારશ્રી વિજય આંટિયા, અધિક ચિટનીસશ્રી ભરત દરજી, લીડ બેન્ક મેનેજરશ્રી એસ.કે.રાવ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી રાઠોડનાં વડપણ હેઠળ જિલ્લા પંચાયત ખાતે તેમજ પંચાયતની વિવિધ શાખાઓના અધિકારીઓ-કર્મચારીઓએ તેમજ નાયબ વનસંરક્ષકશ્રી એમ. મીનાની અધ્યક્ષતામાં ડિએફઓ કચેરી ખાતે ફોરેસ્ટ કર્મીઓએ શપથ લીધા હતા આયોજન, આદિજાતિ વિકાસ, રમત-ગમત અધિકારીની કચેરી, પાણી પુરવઠા વિભાગ, નગર નિયોજકની કચેરી, એમજીવીસીએલ, પાનમ સિંચાઈ, સર્વે ભવન, લોકલ ફંડ ઓફિસ તેમજ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં પણ એકતા દિવસની ઉજવણી શપથ ગ્રહણ કરીને કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here