પંચમહાલ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ આવનાર 21મી, 27મી અને 28મી નવેમ્બરે યોજાશે…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મતદાન માટે લાયક યુવા મતદારોને મતદાર તરીકે નોંધણી કરાવવા ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે

પંચમહાલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર તારીખ 1.11.2021થી તા. 30.11.2021 સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૪મી નવેમ્બરના રોજ યોજાયેલ ખાસ ઝુંબેશનાં દિવસે બુથ લેવલ ઓફિસરશ્રીઓ દ્વારા મતદાન મથકો ખાતે હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ખાસ ઝુંબેશના દિવસોએ બુથ લેવલ ઓફિસરો દ્વારા તેઓના મતદાન મથકો ખાતે સવારના 10થી સાંજના 5 કલાક સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને ફોર્મ નંબર ૬ની ૧૧,૫૫૪ અરજીઓ, ફોર્મ નંબર ૭ની ૨૨૯૫ અરજીઓ, ફોર્મ નંબર ૮ની ૨૯૧૦ અરજીઓ તેમજ ફોર્મ નમ્બર ૮કની ૩૨૭ અરજીઓ મેળવવામાં આવી હતી. આ ઉપરાંત, તા. ૧૪મી ના રોજ યોજાયેલી ખાસ ઝુંબેશના દિવસે ૬૫૭૬ યીવા મતદારોએ પોતાની મતદાર તરીકેની નોંધણી કરાવવા ફોર્મ નંબર ૬ ભરેલ છે. હવે પછીની તારીખ ૨૧મી નવેમ્બર, ૨૭ નવેમ્બર તેમજ ૨૮મી નવેમ્બરના રોજની ખાસ ઝુંબેશના દિવસમાં વધુમાં વધુ યુવાન મતદારોને પોતાની મતદાર તરીકે નોંધણી કરાવવા ફોર્મ નંબર ૬ ભરે તેવી યાદીમાં અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here