પંચમહાલ જિલ્લામાં કોરોનાના વળતા પાણી, સતત બીજા દિવસે એક જ કેસ મળ્યો

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

12 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળતા જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને 46 થઈ

કુલ કેસનો આંક 3895 થયો કુલ 3710 દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં રસીકરણની શરૂઆત થવા સાથે કોરોના સંબંધિત વધુ એક સારા સમાચાર મળ્યા છે. આજે સતત બીજા દિવસે કોરોના સંક્રમણનો માત્ર એક નવો કેસ મળી આવ્યો છે. સંક્રમણના કુલ કેસની સંખ્યા 3895 થવા પામી છે. 12 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 46 રહી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. આજે મળી આવેલ એક માત્ર કેસ શહેરા ગ્રામ્યમાંથી મળી આવ્યો છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2849 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1046 કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 12 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3710 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 46 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here