પંચમહાલ જિલ્લાના મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ૩૦મી એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરવા માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાના મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) યોજના અંતર્ગત બહેનો માટે વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે તા. ૩૦-૦૪-૨૦૨૨ સુધી અરજી ઓનલાઇન કરવા માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન, કેનીંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે. તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી ૨૦ અને વધુમાં વધુ ૫૦ રહેશે. પંચમહાલ જિલ્લામાં આ યોજનો લાભ લેવા માગતાં ઈચ્છુક બહેનોએ અરજી કરી ને અરજીપ્રિન્ટ સાથે જરુરી સાધનીક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રુમ નં ૯-૧ર, બીજો માળ, જિલ્લા સેવા સદન-ર, કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, ગોધરા ખાતે કચેરી સમય સુધી રજુ કરવાના રહેશે. સંપર્ક ટેલીફોન નં. ૦૨૬૭૨-૨૪૦૦૩૯ છે. જેની પંચમહાલ જિલ્લાના સર્વે બહેનો એ નોંધ લેવા નાયબ બાગાયત નિયામકશ્રી ગોધરા-પંચમહાલ દ્રારા એક અખબારી યાદી માં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here