પંચમહાલ જિલ્લાના ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે e-KYC અપડેટ કરેલ હોવું જરૂરી રહેશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ભારત સરકારશ્રી દ્રારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(પીએમ કિસાન સહાય) અંતર્ગત દર ૦૪ (ચાર) મહીને રૂા.૨૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. જેમાં તાજેતરમાં સરકારશ્રી દ્રારા સુધારા થયેલ છે. જે અન્વયે હવે થી ખેડૂતનું pmkisan.gov.in વેબ સાઇટ પર e-KYC અપડેટ કરેલ હશે તે ખેડૂતને આગામી હપ્તાની સહાયની રકમ જમા થશે જેથી e-KYC કરવું અતિ આવશ્યક હોય દરેક ખેડૂત મિત્રોએ વહેલી તકે e-KYC કરાવી લેવું e-KYC અપડેટ કરવા માટે શું જરૂરી છે.૧.આધાર કાર્ડ ૨.આધાર કાર્ડ સાથે લીંક કરેલ હોય તે મોબાઇલ નંબર, e-KYC અપડેટ કરવા માટે કયાં જવું ૧. તમારી જાતે જ pmkisan.gov.in વેબ સાઇટ પર જઇ ને કરી શકો, ૨.તમારી ગ્રામ પંચાયતના વી.સી.ઇ. ઓપરેટર પાસે જઇને કરી શકો, ખાસ નોંધ ૧. આધાર કાર્ડ માં જે મોબાઇલ નંબર લીંક હોય તે મોબાઇલ સાથે રાખવો(OTP મારફતે જ e-KYC અપડેટ થશે)૨. જો આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લીંક કરેલ નહી હોય તો e-KYC અપડેટ થશે નહી.
અપડેટ કરવા માટે ની પ્રોસેસ pmkisan.gov.in વેબસાઇટના હોમ પેજ ઉપર જવું e-KYC – Aadhar No.(Sarch) – Aadhar No.- Enter Aadhar Registered Mobile No. (Get Mobile OTP) – Aadhar No. – Enter Aadhar Registered Mobile No. – Enter Mobile OTP(Submit OTP) – Aadhar No. – Enter Aadhar Registered Mobile No. – Enter Mobile OTP(Get Aadhar OTP) – Aadhar No. – Enter Aadhar Registered Mobile -No Enter Mobile – Aadhar Registered Mobile OTP(Submit For Auth)-EKYC Is Sucessfully Submitted ( લખાઇને આવશે એટલે e-KYC પૂર્ણ) આ રીતની પ્રોસેસ કરી e-KYC અપડેટ કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદી માં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here