પંચમહાલ : જવાહર નવોદય વિદ્યાલય,વેજલપુર ખાતે એન.સી.સી CATC-I કેમ્પનો પ્રારંભ કરાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કેમ્પમાં કુલ ૪૭૬ એન.સી.સી કેડેટ ટ્રેનિંગની સાથે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે

૩૦ ગુજરાત એન.સી.સી બટાલિયન ગોધરા દ્વારા CATC-I કેમ્પનો જવાહર નવોદય વિદ્યાલય,વેજલપુર પંચમહાલ ખાતે પ્રારંભ કરાયો છે, જે આગામી તારીખ ૦૭ જૂન સુધી વાર્ષિક કેમ્પ યોજાઈ રહ્યો છે.

એન.સી.સી તાલીમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જેમાં યોગા, ડ્રિલ,રાઇફલ શૂટિંગ,મેપ રીડિંગ,ઓપ્સ્ટીકલ ટ્રેનિંગ,વિવિધ રમતો,સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આ કેમ્પમાં શાળા કોલેજના કુલ ૪૭૬ એન.સી.સી કેડેટ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
આ કેમ્પમાં એન.સી.સી ઓફિસર લેફ્ટ.વી.કે.ભાલોડીયા, અજીત મછાર,GCI તથા કેર ટેકર ઓફિસર સાથે SM શ્રી લક્ષ્મણસિંહ તથા સ્ટાફ દ્વારા જુદી જુદી તાલીમ આપવામાં આવી રહી છે.

આ કેમ્પનું સફળ સંચાલન તથા માર્ગદર્શન ૩૦ ગુજરાત એન.સી.સી બટાલિયન ગોધરાના કમાન્ડિંગ ઓફિસર શ્રી રાજેશ યાદવ તથા બી.એસ.ગ્રેવલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here