પંચમહાલ : અણિયાદ ક્લસ્ટરની શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઈ

શહેરા,(પંચમહાલ), ઇમરાન પઠાણ

સમગ્ર શિક્ષા, શહેરાના બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમારની સૂચના અન્વયે અણિયાદ ક્લસ્ટરની શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિની મિટિંગ કરવામાં આવી. જેમાં મુખ્ય મુદ્દાઓમાં બાળકોના હોમ લર્નિંગ અને એકમ કસોટીની ગુણવત્તામાં વધારો થાય તે હેતુથી તિતાજીના મુવાડા પ્રાથમિક શાળા, બીડ ફળીયા પ્રાથમિક શાળા અને ગુવાલીયા પ્રાથમિક શાળામાં સી.આર.સી.અણિયાદ ભુપેન્દ્રસિંહ સોલંકીના નેતૃત્વમાં શાળા વ્યવસ્થાપન સમિતિની મિટિંગ કરવામાં આવી. જેમાં ગત સભાનું પ્રોસિડિંગનું વાંચન, વાલી મુલાકાત, સોસીયલ ઓડિટ, વર્ષ 2020-2021 ના વર્ષમાં ખર્ચ કરવા માટેના ઠરાવ તેમજ કોરોના મહામારી સમયે બાળકોને શિક્ષણ આપવા સ્વયંસેવકો તૈયાર કરવા અને બાળકોના વાલીઓના મોબાઈલ નંબરની યાદી અપડેટ કરવા અને વર્ચ્યુઅલ કલાસની બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ભુપેન્દ્રસિંહ સોલંકીએ પ્રેરક અને શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે કેવા પ્રકારના પ્રયત્નો કરવા વગેરે બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું. સ્થાનિક અગ્રણી રમણભાઈ રાઠોડ અને કલસ્ટર આચાર્ય વિજય પટેલ પણ ઉપસ્થિત રહીને પ્રાસંગીક માર્ગદર્શન અને સૌને આશીર્વચન આપ્યા હતા. સમગ્ર મિટિંગ દરમિયાન કોવિડ – ૧૯ ની અદ્યતન ગાઈડલાઈનનો અમલ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here