નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના વધુ વિદ્યાર્થીઓ મેળવે તે હેતુથી શૈક્ષણિક વિડિયોનું બી.આર.સી.ભવન શહેરા ખાતે લોકાર્પણ કરાયું

શહેરા,(પંચમહલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકામાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થી ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટે તે હેતુથી ધોરણ – ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના MHRD ન્યુ દિલ્હી દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. તેમાં આપવામાં આવેલ સિલેબસના તમામ એકમો જેમાં ત્રિકોણમાં કેટલા ત્રિકોણ, કૌટુંબિક સંબંધો શોધવા, અંગ્રેજી મૂળાક્ષર ક્રમમાં ગોઠવો, ઊંચું નીચું, ચોરસમાં કેટલા ચોરસ, લંબચોરસમાં કેટલા ચોરસ અને લંબચોરસ, નિશાની યોગ્ય ક્રમમાં ગોઠવો, ગાણિતિક ચિહ્નો બદલી સાદુરૂપ આપો, અલગ પડતા જૂથ ગોઠવો, મિરર ઈમેજ દર્પણ આકૃતિ, અંગ્રેજી મૂળાક્ષરની શ્રેણી, સાંકેતિક ભાષા કસોટી કોર્ડિંગ લેંગ્વેજ, શ્રેણી આધારિત પ્રશ્નો, વિશિષ્ટ પ્રકારના પ્રશ્નો, તાર્કિક ક્રમમાં ગોઠવો, અલગ પડતો શબ્દ ઓળખો, શ્રેણી પૂર્ણ કરો ભાગ – 1 અને શ્રેણી પૂર્ણ કરો ભાગ – 2 અને વર્ષ – ૨૦૧૧ થી શરૂ થયેલ પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના તમામ સોલ્યુશન બી.આર.સી.શહેરા ડૉ. કલ્પેશ પરમારના માર્ગદર્શન હેઠળ વાંટા વછોડા પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક ચિરાગ પ્રજાપતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. બી.આર.સી.ભવન શહેરા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનોદ પટેલ અને બી.આર.સી કૉ.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમારના વરદ હસ્તે સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના તમામ સ્ટાફ સમક્ષ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે લોકાર્પણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.ખોજલવાસા જયપાલસિંહ બારીઆએ કર્યું હતું. બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર શહેરાએ જણાવ્યું હતું કે આ શૈક્ષણિક વિડિયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના બાળકોને નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજનામાં ઈન મેરીટમાં આવી નિયમ મુજબ વાર્ષિક ૧૨ હજાર પ્રમાણે ધો.૯ થી ૧૨ સુધી ૪૮ હજારનો લાભ મેળવવામાં મદદરૂપ થશે અને અન્ય GPSC / UPSC ની પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી આશા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here