જિલ્લા રોજગાર કચેરી ગોધરા અને સરકારી ઇજનેરી કોલેજના સંયુક્ત ઉપક્રમે ગૂગલ મીટ પર ઓવર્સીઝ સેમીનાર યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

વિધાર્થીઓને અનુબંધમ પોર્ટલ,પાસપોર્ટ,વિદેશ અભ્યાસ માટે મળતી વિવિધ લોનની માહિતી અપાઈ

જિલ્લા રોજગાર કચેરી ગોધરા અને સરકારી ઇજનેરી કોલેજ દ્વારા આજ રોજ ગૂગલ મીટ પર ઓવર્સીઝ સેમીનાર યોજાયો હતો.જેમાં આશરે ૧૦૦ જેટલા મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ,સિવિલ,ઈ.સી ઈજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને માહિતી મેળવી હતી.આ સેમિનારમાં સરકારી ઇજનેર કેલેજના આચાર્યશ્રી એ કે પટેલ અને બરોડા ઓવર્સિઝ સેન્ટરના ઓવરસિઝ કાઉન્સેલરશ્રી નિશાંત જોશી અને જિલ્લા રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલરશ્રી રાકેશ સેવક દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ સેમીનારનું સંચાલન સરકારી ઇજનેર કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરશ્રી હાર્દિક શુકલ દ્વારા સંસ્થાના આચાર્ય પ્રો.એ કે પટેલના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં અનુબંધમ પોર્ટલ, પાસપોર્ટ કઢાવવાની માહિતી,વિદેશ અભ્યાસ માટે મળતી વિવિધ લોનની માહિતી વિધાર્થીઓને પૂરી પડાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here