નર્મદા : રાજપીપળામાં સરકારી આયુર્વેદિક કોલેજ દ્વારા ઉકાળાના વિતરણમાં પણ કોમવાદ થયો હોવાની લોકચર્ચા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નગરના 27 વિસ્તારમાં ઉકાળાનુ વિતરણ કરવામાં આવે છે જેમા એક પણ મુસ્લિમ વિસ્તાર ન હોવાથી મુસ્લિમ સમાજમા રોષની લાગણી

નર્મદા કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ થતું ઉકાળાનુ વિતરણ

કોરોનાની મહામારી માટે હજું સુધી કોઇ દવા શોધાયેલ નથી, શારીરિક ઇમ્યુન સિસ્ટમ રોગ સામે લડવામાં મદદરૂપ થાય છે, જેવા તારણો બહાર આવ્યા છે. ત્યારે આયુર્વેદિક ઉકાળો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતો હોય જેથી ઠેરઠેર ઉકાળાનુ વિતરણ કરવામાં આવી રહયું છે.

નર્મદા જિલ્લા કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજપીપળામા સરકારી આયુર્વેદિક કોલેજ દ્વારા ઉકાળાનુ વિતરણ કરવામાં આવી રહયું છે .જેમાં કોમવાદ અને વહાલા દવલાની નીતિ સામે મુસ્લિમ સમાજમા રોષની લાગણી ફેલાઈ છે.

રાજપીપળા નગરમા 27 વિસ્તારમાં ઉકાળાનુ વિતરણ કરવામાં આવી રહયું છે,25 મી મે થી શરૂઆત કરી છે જે તા 29 મી મે સુધીના પાંચ દિવસ સુધી કરાસે.

સરકારી આયુર્વેદિક કોલેજ દ્વારા ઉકાળાનુ વિતરણ કરવામાં આવી રહયું છે તેમ છતાં પણ કેટલાક હિત ધરાવતા તત્વોએ રાજપીપળા ના 27 સ્થળોની પસંદગી કરી જેમાં એક પણ મુસ્લિમ વિસ્તારનો સમાવેશ જ કર્યો નથીં !!!!
નર્મદા જિલ્લાના એક રાજકીય આગેવાનના સગાએ ઉકાળાના વિતરણની કામગીરી પોતાના હસ્તક લીધી હોય ઉકાળાના વિતરણમા પણ કોમવાદ સહિત રાજરમત રમાઇ રહી હોવાનું ચર્ચાસ્પદ બનેલ છે. કયા-કયા વિસ્તારમાં ઉકાળો મળસે એની જાહેરાતો પણ F B ઉપર કરવામાં આવી છે. ત્યારે પશ્ર એ થાય છે કે મુસ્લિમ વિસ્તારો ભુલમા રહી ગયાં છે કે ઇરાદા પુર્વક બાદબાકી કરવામાં આવી,એ તપાસનો વિષય બનેલ છે.

આ બાબતને ગંભીરતાથી લઇ નર્મદા કલેક્ટર રાજપીપળાના મુસ્લિમ સમાજને પણ આરોગ્યપ્રદ આયુર્વેદિક ઉકાળો મળી રહે એ દિશામાં જરૂરી પગલાં ઉઠાવી સમસ્યાનુ નિરાકરણ લાવશે અને તમામનુ સ્વાસ્થ્ય જળવાય રહે એવી વ્યવસ્થા ગોઠવશે..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here