નર્મદા પોલીસ માટે લાંછનરૂપ નીકળતા તેના જ જવાનો પ્રશંસનીય કામગીરી ઉપર પાણી ફેરવ્યું

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા પોલીસની દરેક બાબતે સારી કામગીરી પરંતુ એક ડ્રાઈવર સહિત ત્રણનો પ્રવાસીઓને લુંટવાનો પરાક્રમ

કેવડિયા કોલોની પો.સ્ટે.ની ગાડીના ડ્રાઈવરે ડભોઇના બે વ્યક્તિઓને લૂંટી લીધા હોવાની ફરિયાદ બાદ ચકચાર

નર્મદા પોલીસે દરેક ક્ષેત્રે સારી કામગીરી બાબતે રાજ્યભરમાં નામના મેળવી છે પરંતુ ક્યારેક કોઈ એક જવાનની ભૂલમાં આખો વિભાગ બદનામ થાય તેવી એક ઘટના કેવડિયા કોલોની ખાતે બની હોય જેમાં કેવડિયા પોલીસ મથકના ડ્રાઈવરે બે વ્યક્તિઓ પાસેથી રોકડ તેમજ મેમરી કાર્ડ લૂંટી લીધા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી છે, ત્યારે પોલીસ વિભાગે આ બનાવની તપાસ હાથ ધરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધના કારણે વિશ્વભરમાં જાણીતું થયેલું કેવડિયા કોલોની ગામ કે જ્યાં રોજના હજારો પ્રવસીઓ આવતા હોય માટે કેવડિયા પોલીસ પણ હંમેશા સતર્ક રહી ફરજ બજાવે છે. અને નર્મદા પોલીસની પણ દરેક ક્ષેત્રે સારી કામગીરી જોવા મળી છે ત્યારે પોલીસ વિભાગ માટે લાંછનરૂપ એક ઘટના ગઈકાલે કેવડિયા ખાતે બની હતી જેમાં કેવડિયા પોલીસ મથકના ડ્રાઈવરે બે વ્યક્તિઓને લૂંટી લીધા હોવાની ફરિયાદ દાખલકરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે રહેતા પોપટભાઇ વેસ્તાભાઇ યાદવે આપેલી ફરિયાદ મુજબ કેવડીયા પોલીસ સ્ટેશનની પોલીસ ગાડી જેનો નંબર ખબર નથી તેના ડ્રાઇવરનું નામ ખબર નથી પરંતુ જોયેથી ઓળખી શકે છે તેણે પોપટ યાદવ તેમજ કિરણ ગોપાલભાઈ તડવીને ગાડીમાથી ઉતાર્યા બાદ અંધારામા લઇ જઈ પોપટભાઈ પાસે રૂ.૫૦૦/- તથા કીરણભાઇ પાસેથી રૂ.૩૫૦/- તેમજ મોબાઇલનું મેમરી કાર્ડ કી રૂ.૧૦૦/- મળી કુલ રૂ.૯૫૦/-ની પોલીસની ગાડીના ડ્રાઇવરે આ બે વ્યક્તિઓને ધમકી આપી બળજબરીથી કઢાવી લુટી લીધેલ છે. જેથી કેવડીયા પોલીસ સ્ટેશનની સફેદ કલરની ગાડીના ડ્રાઇવર કોણ ? તેની સાથે ફરિયાદીના જણાવ્યા અનુસાર બીજા બે કોણ ? ફરિયાદમા કેટલુ સત્ય છે એ બાબતની તપાસ પોલીસે હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here