નર્મદા : ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી શિક્ષકોને 4200 ગ્રેડ આપવાની કરી માંગ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

2010 પછી શિક્ષક તરીકે જોડાયેલા ઓને ઓછુ પગાર અપાતો હોવાની ઉઠી ફરિયાદો

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમા શિક્ષક તરીકેની ફરજ બજાવતા શિક્ષકોને વર્ષોથી ઓછો પગાર ચુકવવામા આવતો હોવાની ફરિયાદો ઉઠતા દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ તેમની વહારે આવી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી શિક્ષકોને 4200 ના ગ્રેડ પે આપવાની માંગ કરી છે.

ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગમા વર્ષ 2010 અને તે પછી શિક્ષક તરીકે જોડાયેલા શિક્ષકોને શરૂઆતથી જ અન્ય રાજ્યોની જેમ પૂર્ણ વેતન અને 4200 નો ગ્રેડ પે મળવો જોઇએ જે મળતો નથી.

ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગના વિવાદાસ્પદ પરિપત્ર મુજબ શિક્ષકોને કે જેમણે 9 વર્ષની પોતાની નોકરીઓ પૂર્ણ કરેલ છે છતાં તેઓને ઉચ્ચતર પગાર ધોરણ જે 4200 મળવો જોઇએ તેની જગ્યાએ માત્ર 2800 રૂપિયા જ કરી દેવામાં આવેલ છે. શિક્ષકો કે જે સમાજ નિર્માણમા મહત્વનુ યોગદાન આપતા હોય છે તેમની સાથે અન્યાય કેમ ??

શિક્ષણ જગતમા આ બાબતે ઘેરા પ્રત્યાઘાત પડવા પામ્યા છે નુ જણાવી ધારાસભ્ય મહેશ વસાવાએ 4200 નો ગ્રેડ પે વિના શરતે તવરિતજ આપવા મુખ્યમંત્રીને ભલામણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here