નર્મદા જીલ્લાના ભરાડાં રેલવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતપેટીઓ માંથી બીજી પંચાયતની નિશાની વાળા મત નીકળતા વિવાદ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ઉમેદવારો દ્વારા ચૂંટણી રદ્દ કરવા ની માંગ સાથે કાવતરું રચાયું હોવાનો BTP આગેવાન બહાદુર વસાવા નો આરોપ

મતગણતરી અટકાવાઇ અને ઉમેદવારો ની ફરી મતદાન કરાવવાની માંગ

નર્મદા જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્ય ની સરપંચો ની ચૂંટણીઓ યોજાયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ડેડીયાપાડા તાલુકા નાં ભરાડા રેલ્વા ગ્રામ પંચાયતની મટલપેટીઓ માંથી અન્ય નિશાની વાળા મત નીકળતા વિવાદ સર્જાયો છે.

ભારતિય ટ્રાઈબલ પાર્ટી નાં આગેવાન બહાદુર વસાવા ના જણાવ્યા અનુસાર ડેડીયાપાડા તાલુકા નાં ભરાડા રેળવા ગામ ની મતપેટીમાં થી જે નિશાનો ઉમેદવારો ને ફાળવવામાં આવ્યા હતા તે ઉપરાંત જે નિશાનો અન્ય પંચાયત ને ફાળવેલા તે નિશાન વાળા 5 મતો નીકળતા ઉમેદવારો એ આ અંગે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો,અને ચૂંટણી રદ્દ કરવાની માંગ સાથે અધિકારીઓ ને રજૂઆત કરી છે.

આ અંગે બહાદુર વસાવા એ અન્ય લોકો એ ષડ્યંત્ર રચ્યું હોવાનું પણ જણાવ્યું હતું.અને આ માહિતી તેઓને ઉમેદવારો એ આપી હતી. અને આ મામલે સરપંચ સહિત સભ્યો ના ઉમેદવારો એ મત ગણતરી અટકાવી ને ચુંટણી રદ્દ કરવાની માંગ કરતા વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તેનાં પર મીટ મંડાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here