અભ્યાસ છોડી દીધેલ ૯૯ બાળકોને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર શિક્ષા શહેરા આયોજિત હોમ લર્નિંગની એકમ કસોટીની પરીક્ષા લેવાઈ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શહેરા તાલુકામાં ગત વર્ષમાં અભ્યાસ છોડી દીધેલ ડુમેલાવ, તલાર ફળીયા, બી.એ.બારીઆ ખટકપુર, બલુજીના મુવાડા, ખૂટખર, ઉપલીયા, ઉર્દુ શાળા, ભુનિદ્રા અને મધર ફળીયા વિસ્તારના ૯૯ બાળકોને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં અંતર્ગત શાળા કક્ષાએ બાળ મિત્ર દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું. સામાન્ય વિદ્યાર્થીઓની જેમ તેમને પણ આ કોરોના મહામારીના કારણે શાળાએ જવાનું સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ શિક્ષણ નહીં ! બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમાર અને આર.ટી.એ.એલ.એસ. ખ્રિસ્તી પ્રિસ્કીલાબેન દ્વારા નિયમિત એસ.ટી.પી.વર્ગના મોનીટરીંગ દરમિયાન બાળ મિત્રોને આ વિદ્યાર્થીઓની વિશેષ કાળજી રાખવામાં જરૂરી સલાહ સૂચનાઓ આપવામાં આવી હતી. આ બાળકોને કોરોના મહામારીના સમયે કોવિડ – ૧૯ ની તમામ પ્રકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને બાળ મિત્રો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ આપેલ શૈક્ષણિક માર્ગદર્શનના આધારે તેમની એકમ કસોટી જિલ્લા ઓ.આઈ.સી. એ.એલ.એસ. રશ્મિકાંત ખડાયતાના માર્ગદર્શન હેઠળ લેવામાં આવી હતી. તેની ચકાસણી સંબંધિત બાળ મિત્રો, આર.ટી.એ.એલ.એસ., સી.આર.સી.ખોજલવાસા અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા દ્વારા કરવામાં આવી. તેના આધારે આગામી સમયમાં આ બાળકોનું શિક્ષણ ચાલુ રહે તે માટે અને શૈક્ષણિક ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થાય તે માટે વિશેષ આયોજન સમગ્ર શિક્ષા અભિયાન શહેરાની ટીમ દ્વારા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here