નર્મદા જીલ્લાના ઉચાદ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નાં કાર્યક્ર્મમાં ગ્રામજનોનો હોબાળો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

શાળા ના જર્જરિત મકાન મા 2 વર્ષ થી ગામ ના બાળકો અભ્યાસ કરતા હોય અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજુઆત

ભાજપા આગેવાનો નો મામલો થાળે પાળવાનો પ્રયાસ!!!

કામગીરી નહી થાય તો શાળા ને તાળા મારવાની પણ ચિમકી

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નાં કાર્યક્રમો સમગ્ર રાજ્ય મા થયી રહયા છે લોકો ને સરકારી યોજનાઓ થી વાકેફ કરી યોજનાકીય લાભો થી જોડવામાં આવી રહ્યા છે, સરકારે પ્રાપ્ત કરેલ સિધ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના એક જાહેર કાર્યક્રમમાં ગ્રામજનોએ ગામની પ્રાથમિક શાળાની ઇમારત જર્જરિત હાલત માં હોય જીવના જોખમે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ને ભારે હોબાળો મચાવ્યો હતો.

પ્રાપ્ત માહિતિ અનુસાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ગામેગામ ફરી રહી છે ત્યારે આજરોજ આ યાત્રા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉચ્ચાર ગામ ખાતે પહોંચતા તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત ના સરપંચ સહિત અન્ય અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો આ વિકસિત યાત્રા ના કાર્યક્રમ દરમ્યાન એક જાહેર મંચ પર જોવા મળ્યા હતા, ત્યારે ગામના એક ઈસમે સ્ટેજ ઉપર આવી પોતાનો આક્રોશ વ્યક્ત કરતા ગામની પ્રાથમિક શાળાની ઇમારત છેલ્લા બે વર્ષોથી જર્જરિત હાલતમાં હોય તેમ જ આ અંગે અધિકારીઓને વારંવાર જાણ કરેલ હોવા છતાં પણ કોઈ પણ જાત ની કામગીરી હાથ ધરવામા આવતી નથી કે નવી ઇમારત બાંધવાની કામગીરી પણ કરવામાં આવતી નથી, જેથી ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો હતો અને પોતાની ઉગ્ર રજૂઆત કરી હતી જેને ગામજનો એ પણ સમર્થન આપ્યું હતુ ઉચાદ ગામની પ્રાથમિક શાળા ની ઇમારત જર્જરિત હોય ને બહાર રોટલા ઉપર બેસીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડતો હોય છે ત્યારે ગ્રામજનો નો આક્રોશ પણ સ્વાભાવિક હોય એ સમજી શકાય છે. ગ્રામજનો દ્વારા જ્યારે વિરોધ અને રજુઆત થતી હતી ત્યારે સ્ટેજ ઉપર બેસેલા ભારતીય જનતા પાર્ટીના એક આગેવાને રજૂઆત કરી રહેલા ઉંચાદ ગામના રહીશ ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, અને કેટલીક વિડમ્મણા ઓને કારણે આવા કામો ખોરંભે પડ્યા હોવાનું જણાવ્યું હતું પરંતું શાળા ના મામલે ગ્રામજનોમાં ભારે સંતોષ જોવા મળ્યો હતો.

તિલકવાડા તાલુકાના ઉચાદ ખાતે ના વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના
આ કાર્યક્રમમાં ઉચાદ ગામ ના ગામજનો એ ગામના વિકાસ માટે રજૂઆત કરી આવા તાયફાઓ શામાટે કરવામાં આવે છે?? બંધ કરો ગામનો વિકાસ કરો ગામની સ્કૂલ ની હાલત શું છે વિકાસ કાગળ પરજ છે કે શું ??? જો શાળા મા બાળકો અભ્યાસ કરતા કોઈ ઈજાગ્રસ્ત થયાં તો જવાબદારી કોની?? ના પ્રશ્ર્નો ઊઠવ્યા હતા અને જો કામગિરી હાથ નહિ ધરાય તો શાળા ને તાળા મારવાની સ્ટેજ ઉપરથી ગ્રામજનોએ ચિમકી પણ આપી હતી. ગામલોકોએ વિરોધ કરતાં ભાજપા આગેવાને ભાવ વધ્યા હોય ને કોઈ ટેન્ડર ભરતો નથી નો લુલો બચાવ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here