નર્મદા જિલ્લા પોલીસના રેકોર્ડ ઉપર એકપણ ગુનો ન નોંધાતાં સબ સલામત…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

જુગાર, પ્રોહીબીશન, ધાકધમકી, જાહેરનામા ઉલ્લંધન, અકસ્માત જેવી કાયમ નોધાતી ફરિયાદો પણ ન નોંધાતાં પોલીસને હાસકારો

પોલીસ મથકમાં કોઇ બનાવની ફરિયાદ કે કોઈ ગુનો ન બન્યો હોય અને આરોપી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવી હોય એવી ઘટનાઓ જવલ્લેજ બનતી હોય છે. ત્યારે ગતરોજ તા 5 મી સપ્ટેમ્બરનો દિવસ નર્મદા જિલ્લા પોલીસ વિભાગ માટે શાંતિ અને સલામતીનો પુરવાર થયો હતો, કારણ જીલ્લામા એકપણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ નહોતી.
આ બનાવની ખાસ નોંધ લેવી ઘટે,કારણ પોલીસ મથકમાં ફરિયાદ ન નોંધાઈ હોય કોઈ ગુનો પ્રકાશમા ન આવ્યા હોય એવુ નહિવત્ કિસ્સામા જ બનતું હોય છે.

લોકડાઉન -અનલોક ડાઉન અને કોરોનાના કહેર વચ્ચે પણ જયારે લોકોમા ખુબજ ભયનો માહોલ હતો, લોકો પોતાના ઘરોમાજ કેદ જેવા થયા હતા, ઘરની બહાર પણ નીકળતા નહોતા તે સમયે પણ અનેક ગુનાઓની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતી હતી. જેમાં જુગાર રમવાની ફરિયાદ, દેશી દારૂની ભઠ્ઠીઓનો મામલો, વિદેશી દારૂ ઝડપાયો હોવાની ફરિયાદ, મારપીટ ધાકધમકીની ફરિયાદો સહિત મોટા પ્રમાણમાં લોકડાઉન ચાલતું હોય ને લોકો તેનુ પાલન ન કરતા, માસ્ક પહેરવાનુ ફરજીયાત હોય છતાં માસ્ક ન પહેરતા અને લોકડાઉનમા કરફ્યુ હોવા છતાં લોકો ઘરની બહાર રખડતાં જાહેરનામા ભંગની અનેક ફરિયાદો જીલ્લાના તમામ પોલીસ મથકમાં નોધાઇ હતી.

પરંતુ ગતરોજ નર્મદા જિલ્લામા આવેલ એકપણ પોલીસ મથકમાં પાર્ટ 1, પાર્ટ 2, અકસ્માત કે અન્ય કોઈજ ગુનાની ફરિયાદ જ નોંધાઈ નથીં જેને હકારાત્મકતા ની દ્રષ્ટિએ જોઇએ તો ખુબજ સારી ઘટના ઘટી કહી શકાય.

પોલીસ વિભાગે આવા દિવસોને ખાસ યાદગીરી રૂપે યાદ રાખવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ તા 6 ઠ્ઠી જુનના રોજ નર્મદા જિલ્લાના એક પણ પોલીસ મથકમાં કોઇપણ પ્રકારની ફરિયાદ કે ગુનો નોંધાયો નહોતો. અને આ હકારાત્મકતા ને એકમાત્ર કલમની સરકારના માધ્યમથી જ પ્રકાશિત કરવામાં આવેલ જેને આજે ત્રણ મહિનાની જ સમય થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here