નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગે એક મહિના માં ” PM-JAY” ના ૬૭,૩૧૦ લાભાર્થીઓની આયુષ્યમાન કાર્ડની નોંધણી કરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લામાં આજદિન સુધી આરોગ્ય શાખાએ સતત ઝુંબેશ ઉપાડી ૭૨.૧૯% સિદ્ધિ હાંસલ કરી

નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા NFSA રેશનકાર્ડ ધારકોનાં કુટુંબના તમામ સભ્યોને PM-JAY કાર્ડ કઢાવી આપવાની ખાસ ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઘરે-ઘરે જઇ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ મોબાઈલ એપ્લિકેશન દ્વારા આયુષ્યમાન કાર્ડમાં નોંધણી કરી કાર્ડને પીડીએફ સ્વરૂપે આપવામાં આવી રહ્યાં છે અને તે માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે લાભાર્થીનું આધારકાર્ડ અને NFSA રેશનકાર્ડની જ જરૂર હોય છે અને તેના આધારે લાયક લાભાર્થીઓ સેલ્ફ રજીસ્ટ્રેશન કરીને આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં NFSA ના કુલ ૪,૮૮,૧૮૭ લાભાર્થીઓ પાત્રતા ધરાવે છે. જેમાંથી જૂના ચાલતા બી.આઇ.એસ. પોર્ટલ પર ૨,૭૫,૨૦૯ PM-JAY કાર્ડ અને નવા વર્જન બી.આઇ.એસ–૨.૦ પોર્ટલમાં ૭૭,૨૩૦ PM-JAY કાર્ડ મળી કુલ ૩,૫૨,૪૩૯ PM-JAY કાર્ડ કાઢવામાં આવ્યા છે. આમ, આજદિન સુધી નર્મદા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા અધિકારીઓ કર્મચારીઓની સતત ઝુંબેશના પરિણામે જિલ્લામાં ૭૨.૧૯ % કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ ૧૦૦ % કામગીરી સિધ્ધિ હાંસલ કરવા માટે રોજેરોજ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામા આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here