નાંદોદ વિધાનસભા બેઠક માટે ચૂંટણી ફરજ ઉપરનાં પોલીસ-SRP, હોમગાર્ડઝ, જીઆરડી, ટ્રાફિક TRP ના જવાનો સહિત કુલ-૧૯૦૨ જવાનો માટે રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટથી યોજાયું મતદાન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી સહિત બેઠકના ઉમેદવારો-પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા મતદાનમાં ૧૫ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓ મતદાન પ્રક્રિયાની ફરજમાં જોડાયાં

નર્મદા જિલ્લામાં તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે મતદાનનાં દિવસે ૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી ફરજ પર રહેનારાં ગૃહ વિભાગના પોલીસ-SRP, હોમગાર્ડઝ અને જીઆરડી અને ટ્રાફિક TRP ના જવાનો સહિત કુલ-૧૯૦૨ જવાનો, અધિકારીઓ/કર્મચારીઓ પણ ચૂંટણીપંચની સૂચના મુજબ પોસ્ટલ બેલેટથી મતદાન દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને નાંદોદ બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીની રાહબરી હેઠળ આજે તા.૨૩ મી નવેમ્બર,૨૦૨૨ ને બુધવારના રોજ રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટરના સંકુલમાં ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે યોજાયેલા મતદાનમાં ગૃહ વિભાગની તમામ શાખાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ અને પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. પોસ્ટલ બેલેટથી બપોરે ૧=૦૦ વાગ્યા સુધીમાં ૫૦ ટકાથી પણ વધુ મતદાન નોંધાયું હોવાનો અહેવાલ પણ પ્રાપ્ત થયેલ છે.

નાંદોદ વિધાનસભા મત વિસ્તારની બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીએ જીતનગર પોલીસ હેડક્વાર્ટસ સંકુલમાં આજે પોસ્ટલ બેલેટથી યોજાયેલા મતદાનમાં પોલીસ જવાનો દ્વારા થઇ રહેલા મતદાનની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતુ. આ ફેસિલિટેશન સેન્ટરની બહાર ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરાયેલી ઉક્ત સુવિધા સંદર્ભે પોલીસ જવાનોને પોસ્ટલ બેલેટથી કઇ રીતે મતદાન કરવું તે અંગેની વૈધાનિક બાબતોની સમજુતી પુરી પાડવાની પણ વ્યવસ્થા કરાઇ હતી.

નાંદોદ વિધાનસભા મત વિસ્તારની બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આજે ગૃહ વિભાગના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનના ફેસીલીટેશન સેન્ટરના કરાયેલા આયોજનમાં અહીં ૬૦૯-હોમગાર્ડઝ, ૭૭૬-GRD, ૨૪૧- પોલીસ, ૧૧૮-ટ્રાફિક TRP અને ૧૫૮-SRP જવાનો સહિત કુલ-૧૯૦૨ જેટલા અધિકારીઓ/કર્મચારીઓ પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા કરાયેલ છે અને દરેક કર્મચારીને પોસ્ટલ બેલેટથી કઇ રીતે મતદાન કરવુ તેની સાથોસાથ ડેક્લેરેશનમાં ફોર્મમાં સહી કરીને કઇ રીતે મુકવું તે બાબતો સમજાવવામાં આવી છે અને ઇન્કલુઝીવ અને એક્સેસીબલ મતદાન થાય તે માટેનો ચૂંટણી પંચનો આ ખૂબ જ સારો પ્રયાસ અને તે અંગેની વ્યવસ્થા હોવાનું ઉમેર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here