શહેરા નગરનાં બજારોમાં મામલતદાર સહીત નગર પાલિકાની ટીમે લોકડાઉનની અમલવારી કરાવી…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરામા નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ સાથે મામલતદાર મેહુલ ભરવાડ સહિતની ટીમ દ્વારા લોકડાઉનનુ ચુસ્તપણે પાલન થાય તે માટે તેઓ નગર વિસ્તારમાં આવેલ બજારોમાં નીકળ્યા હતા. તે સમયે અમુક દુકાનદારોએ દુકાનની બહાર માર્કિંગ સર્કલના બનાવવા સાથે મોઢા પર માસ્ક પહેરલ નાં હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે નિયમોનું ઉલંઘન કરતા આઠ વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જ્યારે નગરપાલિકા દ્વારા દસ જેટલા દુકાનદારોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. નગરમા આવેલ બજારોમાં લોકોની અવર-જવરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જાહેર માર્ગ પર બેસતા પથારા વાળા અને હાથલારીમા શાકભાજી વેચનારાઓને બસ સ્ટેશન પાસે આવેલ નગર પાલિકાની જગ્યામાં ખસેડવામાં આવનાર છે. હવેથી નગરજનોને એક જ સ્થળેથી શાકભાજી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરામા કોરોનાનો હાલ સુધી એક પણ કેસ નોધાયો નથી જ્યારે જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી હોવા છતાં ઘણા લોકો કામ ધંધા માટે હજુ પણ તાલુકા મથક ખાતે આવી રહ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા ગોધરાથી શહેરા આવતા લોકોને રોકવામાં આવે તે અત્યંત જરૂરી હાલની પરિસ્થિતિને દેખતા લાગી રહયુ છે.

શહેરા નગરમાં કરીયાણાની દુકાનમાં તંત્ર દ્વારા નિયમોનું કડક પાલન થાય તે માટે દાખલારૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી છે. દુકાનો ખાતે ગ્રાહકોમાં જે અંતર રહેવું જોઈએ તે રહેતુ નથી. અને લોકોમાં પણ જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે હાલની પરિસ્થિતીને જોતા જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here