કળોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ધી કાલોલ અર્બન કો.ઓપરેટીવ બેન્ક લિમિટેડ ની સ્થાપના તા ૦૮/૦૮/૧૯૨૪ ના રોજ કરવામા આવી હતી. કાલોલ ના અગ્રણીઓ દ્વારા સ્થપાયેલી આ બેંક કાલોલ તેમજ આજુબાજુ ના વેપારી વર્ગ મધ્યમ વર્ગ માટે ખુબ સારી સગવડો ઉપલબ્ધ છે. હાલમા ખાનગી બેંકો ના આગમન બાદ પણ કાલોલ અર્બન બેંક ઉપર સભાસદો અને સ્થાનિકો નો વિશ્ર્વાસ અકબંધ રહ્યો છે બેંક આજરોજ ૧૦૦ મા વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહેલ છે ત્યારે આજ રોજ લેવડ દેવડ કરનાર ગ્રાહકોને મોઢુ મીઠુ કરાવી પેન આપવામા આવી હતી.નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ બેન્કની રુબરુ મુલાકાત કરી ૧૦૦ વર્ષની સેવાઓને બિરદાવી બેન્ક મેનેજર ભાલચંદ્ર પંડ્યા તથા સ્ટાફ અને ડાયરેકટરો ને શુભેચ્છાઓ પાઠવી હતી. બેંક ની શતાબ્દી મહોત્સવ ઉજવણી નો કાર્યક્રમ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની બેઠક મા નક્કી કરવામાં આવશે તેવી માહીતી મળી છે.