નર્મદા : કાયદાના પાલન સાથે સતત સેવાકાર્ય કરનારા PSI પાઠકે ૮૦ પરિવારોને અનાજની કીટનુ વિતરણ કર્યુ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

લોકડાઉન દરમ્યાન પોઇચા બ્રીજ ઉપર ફરજ પર તૈનાત PSI પાઠકે વાદરિયા વશિષ્ઠ આશ્રમ ખાતે જરુરીયાત મંદોની વ્હારે આવ્યા

પોલીસ પ્રજા નો સાચો મિત્ર છે આ ઉકિત નર્મદા જિલ્લા પોલીસ વિભાગ મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ની ફરજ બજાવતા કિન્નરેસ પાઠકે ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે.પોતાની ફરજ દરમિયાન જરુરીયાતમંદ લોકોને મદદરૂપ આ પોલીસ જવાન નુ જાણે કે એક પેશન હોય ,એવી કામગીરી આંખે આવીને વળગે છે.

નર્મદા પોલીસ માં ફરજ દરમિયાન કાયદાના પાલન સાથે સતત સેવાકાર્ય કરનારા PSI કિન્નરેસ પાઠકે ૮૦ પરિવારો ને અનાજ-શાકભાજી ની કીટ આપી વધુ એક સેવાકાર્ય પૂર્ણ કર્યું હતું.

નર્મદા પોલીસ વડા હિમકરસિંહ નાવડપણ અને માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતા પીએસઆઇ કે.કે.પાઠકે જિલ્લાના વાંદરીયા ગામ ખાતે ના વશિષ્ઠ આશ્રમ મહાદેવ મંદિર ખાતે ગામના ૮૦ ગરીબ પરિવારો ને રામકૃષ્ણ મિશન વડોદરા ના સંતો સાથે મળી અનાજ-શાકભાજી કીટ આપી હતી મુખ્ય અતિથિ વશિષ્ઠ આશ્રમના મહંત શ્રી પરમાનંદજી મહારાજ જી ના સાનિધ્ય માં ૮૦ પરીવાર ના લોકો ને અનાજ તથા શાકભાજી કીટનું વિતરણ કરીને લોકોને કરોના મહામારી બાબતે ની જાણકારી આપી આ મહામારી થી કેવીરીતે બચાવ કરવો તેની પણ સમજ આપી માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવાની સમજ આપી હતી ખરેખર કોરોના મહામારી માં ઘણા લોકો ના રોજગાર છીનવાઈ ગયા છે એ સમયમાં આવા ગરીબ મજૂરી કામ કરતા પરિવારો ને મદદરૂપ થઈ માનવતા નું કામ કરનારા અનેક કિસ્સાઓ પ્રકાશ મા આવ્યા છે, તયારે પોલીસ જો પ્રજા નો ખરો મિત્ર બની આવા સેવા કાર્ય કરે તો તેને બિરદાવવોજ રહયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here