નર્મદા : આદિવાસી સમાજની હાય સરકારને લઇને ડુબશે…: માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અસરગ્રસ્તોની વહારે… કેવડીયાના 6 ગામના આદિવાસી અસરગ્રસ્તો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના વસંતપુરા ગામે કરી મુલાકાત

પર્યટનના નામે સરકાર તાયફાઓ કરતી હોવાનો ગંભીર આરોપ

ન્યાય મેળવવાનો તમામને અધિકાર આદિવાસી અસરગ્રસ્તો સુપ્રિમ કોર્ટમા જાય ત્યા સુધી અસરગ્રસ્ત ગામોમાં કોઈ પણ કામગીરી ન કરવા સરકારને સલાહ..

સરદાર સરોવર નર્મદા ડેમ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના અસરગ્રસ્ત આદિવાસી ઓનો પશ્ર હવે રાષ્ટ્રિય લેવલે ચર્ચાસ્પદ બનેલ છે, અસરગ્રસ્તોની વહારે રાજકીય પક્ષોના આગેવાનો એકપછી એક સમર્થનમા આવી રહયા છે ત્યારે આજરોજ કેવડીયા કોલોનીના વહીવટદારને ખુલાસો કરવાની ફરજ પડી હતી. એક તરફે વહીવટદાર દ્વારા ખુલાસો બહાર પડે એ સાથે જ રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અસરગ્રસ્તોની મુલાકાતે આવી પહોંચ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના વસંતપુરા ગામ ખાતે દિલીપસિહ ગોહિલના નિવાસસ્થાને અસરગ્રસ્તો સાથે શંકરસિંહ વાધેલાએ મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

પત્રકારો સાથેની વાતચીતમા શંકરસિંહ બાપુએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની હાય સરકારને લઇને ડુબશે, પ્રવાસનના નામે સરકાર તાયફાઓ કરતી હોવાનો ગંભીર આરોપ સરકાર ઉપર લગાવેલ અને જણાવ્યું હતું કે બંગલાઓ બનાવવા માટે પરાણે ધક્કા મારીને આદિવાસીઓને તેમના વિસ્તારમાંથી ન કાઢો, સરકારને સમગ્ર ગુજરાતમાં જમીનો મળશે જયારે ગરીબ આદિવાસીઓને કયાંય પાંચ ફુટ જગ્યા નહીં મળે, આદિવાસી બીજે કસેય જવા નથી માગતો, આદિવાસીને બંગલાઓ ફ્લેટમા નથી રહેવું, એને એની સંસ્કૃતિ સમા જંગલોમા રહેવા દો.
શંકરસિંહ વાઘેલાએ ન્યાય મેળવવાનો તમામને અધિકાર છે ત્યારે સુપ્રિમ કોર્ટ સુધી હજુ અસરગ્રસ્તો ગયા નથી તેમને ન્યાય મેળવવાની તક આપો એવી પોતે સરકારને રજુઆત કરશે નુ પણ જણાવ્યું હતું.

પર્યટનના નામે સરકાર તાયફાઓ કરતી હોવાનો ગંભીર આરોપ સરકાર ઉપર લગાવેલ આદિવાસીઓની જમીનો લઇને બીજાઓ માટે બંગલાઓ બનાવવા એને વિકાસ ન કહેવાય, વિકાસના નામે સરકાર તાયફાઓ કરતી હોવાનું જણાવ્યું હતું. આમ કેવડીયાના અસરગ્રસ્ત આદિવાસી ઓનો મુદ્દો હવે એક રાજકીય મુદ્દો બની ગયેલ છે, આવનાર દિવસોમા રાષ્ટ્રીય નેતા મુલાકાતે આવે તેને નકારી શકાય નહીં…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here