નર્મદા : અહો કળયુગમ… હવે તો ચોરો ભગવાનના ઘરને પણ બાકી નથી રાખતા..!!!

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના પૌરાણિક શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં રૂ.૬.૯૮ લાખના દાગીનાની ચોરી

મંદિરના શિવલિંગ પરનો પૌરાણીક ચાંદીનો નાગ, માતાજીના મુગટ સહિત સોના ચાંદીની વસ્તુઓની ચોરી કરી ચોરટા ફરાર

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામ નજીક આવેલા પૌરાણિક શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં ગત રાત્રે ચોરીની ઘટના બનતા ચોરટાઓ ભગવાનના ઘરને પણ નથી છોડતાનુ જાણી ભકતજનોમા રોષ ભભૂકી ઉઠ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોરા ગામ નજીક આવેલા ઐતિહાસિક પૌરાણિક શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં ગત રાત્રે ચોરીનો બનાવ બનતા મંદિરના પૂંજારી રવિશંકર કૈલાશપ્રસાદ ત્રિવેદીએ ગરૂડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમા જણાવ્યા મુજબ ગત રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિઓ મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાંથી પંચ ધાતુનો નાગ જેનું વજન ૧.૨૫ કિલોગ્રામ કિંમત, રૂપિયા-૫.૭૫ લાખ તેમજ શિવલિંગ ઉપરનું ચાંદીનું છત્ર વજન-૧.૫ કિલો કિંમત- ૭૫,૦૦૦રૂપિયા, ચાંદીનો મુગટ વજન ૨૫૦ ગ્રામ કિંમત-વ૧૨,૫૦૦ રૂપિયા, ચાંદીની પંચધાતુની ગણેશજીની મૂર્તિ સહિતના અન્ય દાગીનાની ચોરી કરી કુલ રૂપિયા ૬,૯૮, ૩૦૦/-ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોરો ફરાર થઈ ગયા હોય સવારે પૂંજારીએ મંદિર ખોલતા ચોરી થયાં હોવાનું માલુમ પડતા પૂજારીના હોશકોશ ઉડી ગયા હતાં. પુંજારીએ તવરિત જ પીલીસને જાણ કરી હતી ગરૂડેશ્વર પોલીસ મંદિર ખાતે આવી પહોંચી હતી અને ચોરીનો ભેદ ઉકેલવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here