નર્મદાાં : ખાણ ખનીજ વિભાગ અને પોલીસની મીલીભગતથી ગેરકાયદે રેતીનો વેપલો : સાંસદ મનસુખભાઈ વસાવા

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

મુખ્યમંત્રીને પત્ર લખી સરકારને કરોડો રૂપીયાના રાજસ્વની ખોટ જતી હોવાની કરી રજુઆત

નર્મદા નદી મા વિપુલ માત્રામાં રેતી પથરાયેલી હોય રેતી માફીયાઓ બેરોકટોક પણે લોકડાઉન વચ્ચે પણ રેતી નુ ખનન કરી સરકાર ને કરોડો રૂપીયા ના રાજસ્વ નો ચુનો ચોપડી રહયા હોવાનો ગંભીર આરોપ સરકાર નાજ રૂલિંગ સાંસદ મનસુખભાઈ વસાવા એ લગાવ્યા છે, ખાણખનીજ વિભાગ અને પોલીસ વિભાગ ની મીલીભગત થી ગેરકાયદે રેતી જનની કરતા માફિયાઓ બેફામ બન્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું છે .

ગુજરાતના નર્મદા નદીના તટ પર રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું હોવા બાબતે ઘણી ફરિયાદો ઉઠી છે.છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ એક વિડીયો વાયરલ કરી સરકાર દ્વારા મોટા ક્વોરી ઉદ્યોગ ચાલુ કરવા અને એની સામે નાના નાના ધંધા રોજગાર કરતા લોકો પર કાર્યવાહી કરવા બાબતે પોતાનો રોષ વ્યકત કર્યો હતો.તો બીજી બાજુ ભરૂચના ફાયરબ્રાન્ડ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નદીના તટ પર રેતી માફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે સીએમ રૂપાણીને પત્ર લખતા ખળભળાટ મચ્યો છે.

ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતનાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકા વિસ્તારમાં નર્મદા નદીના તટ પરના ગામોમાં અવેદ્ય રેતી ખનન કરતા 10-15 હાઈવા ટ્રક અને મશીનો સ્થાનિક ગ્રામજનોના સપોર્ટથી પકડી પાડ્યા હતા.ઘણા સમયથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને પોલિસની મિલીભગતથી ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યું છે, જેને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે.આવા રેતી ખનન કરતા લોકોને પોલીસ પકડી સામાન્ય કેસ કરી મામલો રફે દફે કરાઈ રહ્યો છે.ગેરકાયદેસર રેતી ખનન રોકવા સરકાર દ્વારા વડોદરા જિલ્લા પ્રસાશનને નિર્દેશ આપે એવી મારી માંગ સાંસદ દ્વારા કરવામાં આવી છે.

અગાઉ મેં રજુઆત કરી ત્યારે અટકી ગયું હતું, લોકડાઉનમાં રેતી ખનન વધ્યું : મનસુખ વસાવા

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના પોઇચા ભાઠાથી વડોદરા જિલ્લાના નર્મદા નદી તટ વિસ્તારના લોકોએ જાગૃત થઈ ગેટકાયદેસર રેતી ખનન રોકવું જોઈએ.આનાથી કુદરતી સંપત્તિને નુકસાન થાય છે અને સરકારને રોયલ્ટીમાં પણ નુકસાન થાય છે.આ મામલે અગાઉ મેં રજુઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here