નગરના વિકાસ પાછળ રૂપિયા 40 કરોડ વાપરનાર રાજપીપળા નગરપાલિકા લોકોના જીવ બચાવવા 4000 વાપરસે ખરી ???

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળાના ગુરૂદ્વારા સામે અકસ્માતને નિમંત્રણ આપતા એક ફુટ ઉંડા ખાડાને તાત્કાલિક પુરવાની જરૂર

એસ.ટી.બસો સહિત ભારે વાહનો પસાર થતા રોડના પથ્થર ઉડતાં મોટરસાઈકલો સ્લિપ થતાં લોકોમા ભારે નારાજગી

રાજપીપળા એસ.ટી. ડેપો પાસે આવેલ ગુરૂદ્વારા સામે ના મુખ્ય માર્ગના વળાંક ઉપર સમગ્ર ચોમાસાની સીઝન દરમ્યાન મસમોટા ખાડા પડેલા હોય આ સથળે ગંભીર અકસ્માત સર્જાય તો નવાઈ નહીં.

છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગુરૂદ્વારાની સામે રિમાન્ડ હોમની કમ્પાઉન્ડ વોલ નજીક વળાંક છે ત્યા મસમોટા ખાડા પડેલા છે આ વિસ્તારમાંથી પ્રાંત અધિકારી, મામલતદાર, મકાન અને માર્ગ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ નિયમિતપણે અવરજવર પોતાના વાહનોમા બેસીને કરે છે, પરંતુ તેમાંથી કોઈને આ જીવલેણ ગંભીર અકસ્માતને નિમંત્રણ આપતા ખાડા નજરે જ પડતાં નથી !! આશ્ચર્યની વાત છે !

રાત દિવસ ભારે વાહનોની અવરજવર થાય છે વળાંક ઉપર જ મોટુ ગાડું હોય તેમજ રોડની કપચી પથ્થરો નીકળી ગયા હોય વાહન પસાર થતાં ટાયરમા દબાઇને પથથર છટકતા રાહદારીઓ સહિત મોટરસાઈકલ ચાલકોને પથ્થરો વાગતાં હોય છે. ખાડામા પોતાના વાહન ન પડે એ માટે વળાંક હોયને પોતાનુ વાહન બચાવવા જતા કેટલાંય મોટરસાઈકલ ચાલકો સ્લિપ ખાઇ ને પટકાતા હોય છે.

આ ખાડો કયારે પુરાસે ?? રાજપીપળા નગરપાલિકાના શાસકોએ રૂપિયા 40 કરોડ વિકાસ માટે ફાળવ્યા છે, 4 ની પાછળ કેટલાં શુન્ય આવે એતો કદાચ ગણવા પડે, પરંતુ માત્ર ત્રણજ શુન્ય ધરાવતા 4 ના આંકને સહજતાથી લઇ શકાય છે. માત્ર રૂપિયા 4000 નાજ ખર્ચમા ખાડો પુરાઈ શકે છે, પરંતુ એ માટે ફોર ડિઝિટની સમસ્યા દુર કરવા માટે રસ દાખવવાની જરૂર છે.

આશા રાખીએ કે આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવાની દિશામાં નગરપાલિકા ઝડપી પગલાં ભરસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here