ધોરાજી-ઉપલેટા બેઠક પર મહેન્દ્ર પાડલીયાને ટીકીટ આપતી ભાજપ

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-

ગુજરાતમાં યોજાઈ રહેલી ધારાસભા ચૂંટણીમાં ભાજપે આજે સૌરાષ્ટ્રની બાકી રહેલી તમામ ચાર તેમજ દક્ષિણ ગુજરાતની ૨ બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરીને પ્રથમ તબકકામાં ૮૯ બેઠકો પર જે તા. ૧ના રોજ મતદાન થવાનું છે. તેના તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે ધોરાજી-ઉપલેટામાં લાંબી વિચારણા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને શિક્ષણશાસ્ત્રી શ્રી મહેન્દ્રભાઈ પાડલીયાને ટીકીટ આપી છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી વર્તમાન ધારાસભ્ય લલીત વસોયા ચૂંટણી લડી રહ્યા છે. અને ધોરાજી-ઉપલેટાની બેઠક લેઉવા પાટીદારને આપવી કે કડવા પાટીદારને તે અંગે છેલ્લા ૨ દિવસથી વિચારણા ચાલતી હતી તેમાં હવે કડવા પાટીદારને ટીકીટ આપી છે. શ્રી પાડલીયા શિક્ષણ ક્ષેત્રે જાણીતા ચહેરા છે. અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here