ધી ઘાંચી આરોગ્ય મંડળ જનરલ હોસ્પિટલ મોડાસા ધી સર્વોદય સહકારી બેંક લિમિટેડ મોડાસા ગાયનેક વિભાગમાં એક વર્ષની કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદલ ડોક્ટર ખુશી પટેલ અને સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજરોજ ધીઘાંચી આરોગ્ય મંડળ જનરલ હોસ્પિટલ માં છેલ્લા એક વર્ષની સફળ કામગીરીને લઈને ગાયનેક વિભાગ ના ડોક્ટર ખુશી પટેલને સંસ્થાના પ્રમુખ જનાબ મોં હબીબ ઇપ્રોલિયા (કાલુભાઇ)સાહેબ સંસ્થા ના ઉપપ્રમુખ અને ગાયનેક વિભાગના ચેરમેન ઉસ્માનલાલા, કમેટી સભ્યો સલીમભાઈ દધાલીયા, ઈકબાલભાઇ વેલ્ડીગવાળા, યુનસ ટીનટોઇયા હોદ્દેદારો ઓન. સેક્રેટરી રહીમભાઈ ભાયલા ઉપપ્રમુખ ઈબ્રાહિમ ભૂરા જોઈન્ટ સેક્રેટરી સલીમ સાબલીયા એડી. ઉપપ્રમુખ ડો વસીમ સુથાર એડી. જો. સેક્રેટરી અશરફ પટેલ ફિઝિશિયન વિભાગ ચેરમેન સબીર હુસેન ખાનજી ઈકબાલ હુસન જી. ઇપ્રોલીયા. તમામ ની હાજરી માં સંસ્થા ના પ્રમુખ ના હસ્તે ડોક્ટર ખુશી પટેલને તેમની કામગીરીને બિરદાવી બુકે આપી અભિનંદન પાઠવવામાં આવ્યા ધી ઘાંચી આરોગ્ય મંડળ જનરલ હોસ્પિટલમાં એક વર્ષમાં સરકારશ્રીની આયુષ્ય માન યોજના હેઠળ 280 ઓપરેશન કરવામાં આવ્યા તે જ રીતે નોર્મલ ડિલિવરી 158 પેશન્ટ ગર્ભાશયના ઓપરેશન 46 તેમજ વર્ષ દરમિયાન 6,935 દર્દીઓને ઓ.પી.ડી દરમિયાન તપાસ કરવામાં આવી ધી ઘાચી આરોગ્ય મંડળ જનરલ હોસ્પિટલ ગાયનેક ડોક્ટર ખુશી પટેલ લોકો તરફથી સારો આવકાર મળી રહ્યો છે અને સારી સારવાર કરવાની પદ્ધતિને લઈને લોકોમાં ખૂબ પ્રચલિત થયા છે ડોક્ટર ખુશી પટેલ કોઈપણ પેશન્ટ હોય આયુષ્યમાન હોય કે પેમેન્ટ વાળું હોય તે પોતાની સેવામાં દરેક સાથે સારા વ્યવહાર થી પ્રખ્યાત થયા છેતેવુ લોકો માં ચચૉય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here